ધાનેરાના માર્કેટયાર્ડ નિયમો અનુસાર શરૂ કરવામાં આવ્યું

કોરોના વાયરસને લઇ માર્કેટ યાર્ડ બંધ હતા ત્યારે આજે ગુજરાત સરકારના આદેશ મુજબ બનાસકાંઠા જિલ્લાના માર્કેટયાર્ડ શરૂ કરવામાં આવ્યા છે ધાનેરામાં પણ માર્કેટયાર્ડ શરૂ કરવામાં આવી છે તો બીજી તરફ કોરોનાવાયરસ ને લઇ માર્કેટયાર્ડ દ્વારા માર્કેટ યાર્ડ માં આવતા વેપારીઓ તેમજ ખેડૂતોને સેનિટાઇઝર થી હાથ ધોવડાવી અને થર્મલગન દ્વારા તમામ ખેડૂતો અને વેપારીઓનું ટેમ્પરેચર ચેક કરીને જ માર્કેટયાર્ડમાં એન્ટ્રી અપાય છે તો બીજી તરફ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટેની પણ સુવિધા કરવામાં આવી છે અને કોરોના વાયરસના સંક્રમણથી બચી શકે તેવા ઉપાય સાથે આજે ધાનેરા માર્કેટયાર્ડમાં કામગીરી શરૂ કરવામાં આવી છે.
આજે બાજરી અને ઘઉંની ખરીદી માટે ખેડૂતો ને બોલાવવામાં આવ્યા છે તો આવતીકાલે એરંડા તેમજ રાયડાની ખરીદી કરવામાં આવશે ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે સ્થાનિક પોલીસ પણ કામગીરી કરી રહી છે અત્યારે સ્થાનિક પોલીસ અને માર્કેટયાર્ડના વેપારીઓ સત્તાધીશો દ્વારા મીટીંગ બોલાવવામાં આવી હતી અને વિવિધ નિયમોને અનુસાર માર્કેટયાર્ડ શરૂ કરવામાં આવ્યું છે આવનારા સમયમાં ખેડુતો માર્કેટયાર્ડના વેપારીઓ ને ધ્યાનમાં રાખી કોરોના વાયરસનું સંક્રમણ ન થાય તેવા નિયમોથી માર્કેટયાર્ડ શરૂ કરવામાં આવ્યું છે.