ધાનેરામાં પોલીસે લોકોને સમજાવી માસ્ક પહેરાવ્યા

કોરોનાવાયરસના વધતા જતા સંક્રમણને અટકાવવા માટે બનાસકાંઠા જિલ્લા કલેકટર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે અને તેમાં જણાવવામાં આવ્યું છે કે જિલ્લાની તમામ જાહેર જગ્યા પર કોઈપણ વ્યક્તિએ માસ્ક વગર ફરવું નહિ અને જે પણ વ્યક્તિ માસ્ક વગર ફરશે તેની સામે પગલાં ભરવામાં આવશે પહેલી વખત માસ્ક વગર ઝડપાશે તેની પાસેથી 200 રૂપિયા દંડ વસૂલ કરવામાં આવશે તો વારંવાર માસ્ક બાંધ્યા વગર જે વ્યક્તિ પાસે તેની પાસેથી પાંચસો રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે ત્યારે આજે વહેલી સવારે જ ધાનેરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને ધાનેરાના બસ સ્ટેશન વિસ્તારમાં પસાર થતાં લોકોને માસ્ક બાંધવા માટેનો અનુરોધ કરવામાં આવ્યો છે તો કેટલાક લોકો આજે પણ માસ્ક બાંધ્યા વગર ફરી રહ્યા હતા તેવા લોકોને ધાનેરા પોલીસે સમજાવે છે અને માસ્કમાટે અનુરોધ કર્યોછે તો બીજી તરફ હવે પછી જે વ્યક્તિ માસ્ક વગર ઝડપાસે તેની સામે દંડનીય કાર્યવાહી કરવાની પણ સુચના આપી છે.