કડીમાં કરોના વાયરસના કહેર વચ્ચે પણ 24 કલાક સેવા આપતી એકમાત્ર ભાગ્યોદય હોસ્પિટલ

કડીમાં કરોના વાયરસના કહેર વચ્ચે પણ 24 કલાક સેવા આપતી એકમાત્ર ભાગ્યોદય હોસ્પિટલ
Spread the love
  • સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ નામની મહામારીએ ફફડાટ ફેલાવ્યો છે ત્યારે લોકોને આવા કપરા કાળમાં ચોવીસ કલાક આરોગ્યલક્ષી સેવા કડી શહેરમાં આવેલી ભાગ્યોદય જનરલ હોસ્પિટલ પુરી પાડી રહી છે….

કડી ની ભાગ્યોદય હોસ્પિટલમાં થોડા દિવસો પહેલા ઉઘરોજ ગામના દર્દીની સારવાર માટે લાવવામાં આવ્યો હતો પરંતુ દર્દીમાં કોરોના વાયરસના લક્ષણો દેખાતા તેને અમદાવાદ મોકલવામાં આવ્યો હતો જેનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતા દર્દીના સંપર્કમાં આવેલા હોસ્પિટલના ડોકટર અને બીજા કર્મચારીઓને હોસ્પિટલમાં જ કોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા. થોડાક દિવસો બાદ સદનસીબે હોસ્પિટલના ડોકટર અને સાથી કર્મચારીઓનો રીપોર્ટ નેગેટિવ આવતા ડોકટર સહિતના સ્ટાફ માં રાહતની લાગણી ફેલાયી હતી પરંતુ હજુ સુધી ડોકટર અને સાથી કર્મચારીઓ કોરોન્ટાઇન હેઠળ રાખવામાં આવેલ છે.

ભાગ્યોદય હોસ્પિટલના ડોકટર સહિત કર્મચારીઓનો રીપોર્ટ નેગેટિવ આવતા અત્યારે હાલ ભાગ્યોદય હોસ્પિટલ એકદમ સુરક્ષિત છે તથા કડી તાલુકા તેમજ બીજા વિસ્તારના લોકોની આરોગ્યને એ લગતી સેવામાં ચોવીસ કલાક સેવા આપી રહી છે.વૈશ્વિક મહામારીને કપરા કાળમાં બીજા ડોકટરોએ માનવતાને નેવે મૂકી ઇમરજન્સી સિવાયના બધીજ સવલતો બંધ કરી દીધી છે ત્યારે ભાગ્યોદય હોસ્પિટલે તમામ પ્રકાર ના દર્દીઓની સેવા કરી રહી છે.હોસ્પિટલમાં સાવચેતીના પગલાં રૂપે હોસ્પિટલનો તમામ એરીયા વાંરવાર સેનિટાઈઝ કરવામાં આવી રહ્યો છે અને અન્ય જરૂરી તમામ પગલાં ભરવામાં આવી રહ્યા છે. એક બાજુ સારવાર ના બહાનાં હેઠળ ખાનગી હોસ્પિટલો લોકો પાસે લાખો રૂપિયા લઈ રહી છે ત્યારે કડી ની ભાગ્યોદય હોસ્પિટલે માત્ર નજીવા દરમાં લોકોને આરોગ્ય લક્ષી સુવિધાઓ પુરી પાડી ભાગ્યોદય જનરલ હોસ્પિટલના નામને સાર્થક કરી રહી છે.

IMG-20200423-WA0024.jpg

Admin

Dhaval

9909969099
Right Click Disabled!