લગ્ન પ્રસંગ માટે મળશે છૂટછાટ સરકારે તૈયારીઓ કરી છે

સરકારે હવે નિયમોમાં છૂટછાટ આપવાની શરૂઆત કરી દીધી છે. જેમાં દુકાનો ખોલવાની મંજૂરી સિવાય હવે લગ્ન પ્રસંગો માટે પણ તૈયારી દાખવી છે. લગ્નના મુહૂર્તમાં ઘણા લગ્ન પ્રસંગો પેન્ડિંગ રહ્યાં છે. લોકોએ તારીખો ફાયનલ કરી કંકોત્રી પણ છપાવી દીધી હોવા છતાં લગ્નો કેન્સલ રાખવા પડ્યા છે પણ હવે લગ્ન માટે સરકારે મંજૂરી આપી છે. જેમાં કેટલીક શરતો રાખી છે. જેમ અત્યારે લોકડાઉનના સમયમાં સ્મશાનયાત્રા અને દફનવિધીમાં માત્ર 20 માણસો જોડાવાની પરમીશન છે.
તેમ લગ્ન પ્રસંગમાં પણ વર અને કન્યા પક્ષના વ્યક્તિઓ અને વિધી કરાવનાર સહિત વધુમાં વધુ 20 વ્યક્તિઓને હવે મંજૂરી આપવાની સરકારે તૈયારીઓ કરી છે. ભારત સરકારે લોકડાઉનના સમયમાં જિલ્લા પ્રાંત અધિકારીને સબ ડિવિઝનના તાલુકાઓ માટે ઇન્સિડન્ટ કમાન્ડર તરીકે ફરજો સોંપાવ હૂકમ કર્યો છે. આ ઇન્સિડન્ટ કમાન્ડરને તેમના વિસ્તારમાં સ્મશાન કે દફન વિધી કે લગ્ન પ્રસંગ માટે મહત્તમ 20 વ્યક્તિને મંજૂરી આપવાના અધિકાર અપાયા છે. લગ્ન પ્રસંગો માટે મંજૂરી માટે જિલ્લા કક્ષા સુધી લાંબા થવું ન પડે અને યોગ્ય મોનીટરિંગ પણ થાય તે માટે સરકારની ગાઈડલાઈન મુજબ નિયમન કરવા માટે જિલ્લાના ઇન્સિડન્ટ કમાન્ડરને આ પાવર અપાયા છે.