જૂનાગઢના આશ્રમ પાસે સાધુને દીપડાએ ફાડી ખાધો

જૂનાગઢ : સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ગીર જંગલની આસપાસ આવેલા જિલ્લામાં કેટલાક મહિનાથી માનવભક્ષી દીપડોનો રંજાડ વધી ગયો છે. જૂનાગઢમાં માનવભક્ષી દીપડાએ વધુ એક શિકાર કર્યો હતો. ભવનાથમાં ગોરખનાથ આશ્રમ સામેથી દીપડાએ સાધુને ઉઠાવીને ૨૦૦ મીટર દૂર લઈ ગયો હતો. જ્યાં સાધુને ફાડી ખાધા હતા. વનવિભાગ અને પોલીસની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ છે. માનવભક્ષી દીપડાને ઝડપી લેવા વન વિભાગની કાર્યવાહી હાથ ધરી છે. આમ એક અઠવાડિયામાં દીપડાના શિકારનો બીજો બનાવ બન્યો છે. વન વિભાગે અત્યાર સુધી બે દીપડાને ઝડપી પાડ્યા છે. ભવનાથ પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.વી. ધોળકીયાએ જણાવ્યું હતું કે, રાત્રીના ૨થી ૪ના સમયગાળા દરમિયાન દીપડો ત્રાટક્યો હતો