વેલવાડામા કરિયાણાની આડમાં ગુટખા તમાકુ વેચાતા ટીમ દ્વારા જથ્થાનો નાશ કરાયો

શક્તિ પીઠ અંબાજી થી ૨૩ કિલોમીટર દુર આવેલા વેલવાડા ગામે કરિયાણા ની આડ માં તમાકુ સિગારેટ અને ગુટખા વેચાઈ રહ્યા હોવાની માહિતી મળતા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા આ જથ્થો દાંતા ખાતે લાવી નાશ કરાયો હતો, હાલ મા માથાભારે તત્વો દ્વારા આવી અવનવી તરકીબો અજમાઈ આવા ગોરખ ધંધા ચાલી રહ્યા છે પોલીસ દ્વારા આવી દુકાનો મા જઈ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
મેમણ હનીફ ભાઈ ઇસ્માઇલ ભાઈ વેલવાડા ખાતે કરિયાણા ની દુકાન પોતાના ઘરે ચલાવે છે આ દુકાન પર કરિયાણા ની આડમાં સિગારેટ ગુટકા અને તમાકુ નું વેચાણ ચાલી રહ્યું હોવાની ખાનગી માહિતી દાંતા વહીવટી તંત્ર ને મળતા દાંતા મદદનીશ કલેકટર સાહેબ ની સુચના થી ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી જેમા દાંતા ગ્રાહક સુરક્ષા મંડળ સાથે સયુંકત તપાસ કરી આ જથ્થો દાંતા પોલીસ સ્ટેશનમાં લાવી નાશ કરાયો હતો તેમજ વેચાણ કરનાર સામે પોલીસ કાર્યવાહી કરવા પોલીસને જાણ કરાઇ હતી.
અમિત પટેલ (અંબાજી)