સર્વ વિદ્યાલય કેળવણી મંડળ કડી અને ગાંધીનગરમાં ઓનલાઈન ટ્રેનિંગ સેમિનાર યોજાયો

સર્વ વિદ્યાલય કડી અને ગાંધીનગર સંસ્થા હર હંમેશ બદલાતા સમય પ્રમાણે અસરકારક પરિણામો મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવે છે. હાલમાં KOVID – 19 (કોરોના વાયરસ) ની લોકડાઉન પરિસ્થિતિમાં કડી અને ગાંધીનગર કેમ્પસોની શાળા/કોલેજોમાં ફરજ બજાવતા નોન ટીચિંગ સ્ટાફ દ્વારા ઓફિસ ઓટોમેશન માટે ૧૦ દિવસીય ઓન લાઈન ટ્રેનીગ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કડીના ૫૩ અને ગાંધીનગરનાં ૧૩૫ થઇ કુલ ૧૮૮ કર્મચારીઓ આ ટ્રેનીંગ માં જોડાયા હતા. ટ્રેનીંગમાં રોજ બરોજ ની કાર્યપ્રણાલી અને તેના નીતિનિયમો અને સાથે સાથે શાળા/કોલેજો,સરકારી કામકાજ, શિક્ષણ બોર્ડ અને UGC ગાઈડ લાઈન પ્રમાણેની વહીવટી બાબતો અંગે વિગતે ચર્ચા કરાઈ.
સાથે સાથે હિસાબો ટેલી સોફ્ટવેરમાં વહિવટી કામગીરી યોગ્ય અને વધુ સારી રીતે સંચાલન અને સંકલન કરી શકાય તે અંગેનું સુંદર માર્ગદર્શન કાળુભાઈ પટેલ,જયંતીભાઈ પટેલ અને કોમર્સ કોલેજના પ્રિન્સીપાલ ડો.કપિલભાઈ ત્રિવેદી દ્વારા આપવામાં આવ્યું. સર્વ વિદ્યાલય કડી અને ગાંધીનગર સંસ્થા સરકાર સાથે કોરોના વાયરસ સામેની લડાઈમાં ખભે ખભો મિલાવી ઉભી છે. ટ્રેનીંગનાં છેલ્લા દિવસે સંસ્થાનાં ચેરમેન સાહેબ દ્વારા સર્વે કર્મચારીઓને અભિનંદન આપી વધુમાં વધુ ટેકનોલોજી દ્વારા સંસ્થા અને વિદ્યાર્થીઓને ઉપયોગી બનવા ઉપર ભાર મૂકી ઘરમાં રહો ,સુરક્ષિત રહો નાં સૂત્ર અપનાવવા હાકલ કરી હતી.