મોરબીમાં રવિવારના દિવસે પણ મેડીકલ પ્રમાણપત્ર અંગેની કામગીરી ચાલુ રખાશે

મોરબીમાં રવિવારના દિવસે પણ મેડીકલ પ્રમાણપત્ર અંગેની કામગીરી ચાલુ રખાશે
Spread the love
  • કામગીરીની જરૂરીયાતને ધ્યાને લઈ તમામ સેન્ટરોમાં પ્રમાણપત્ર કાઢવાની કામગીરી કરાશે

મોરબી,
ગુજરાતમાંથી અન્ય જીલ્લાઓ કે રાજ્યોમાં જવા માંગતા શ્રમિકો, વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ વગેરેને મંજૂરી આપવાની થાય છે, જેમના અનુસંધાને પોતાના વતનમાં જવા માંગતા શ્રમિકો, વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ વગેરેને મેડીકલ ચેકઅપ કરી હાલમાં COVID-19 નાં લક્ષણો ધરાવતા નથી તેવું તબીબી અધિકારીનું પ્રમાણપત્ર લેવું ફરજીયાત છે.

મોરબી જિલ્લામાંથી પોતાના વતન જવા માંગતા શ્રમિકો, વિદ્યાર્થીઓ, પ્રવાસીઓ વગેરેને મેડીકલ ચેકઅપ કરી પ્રમાણપત્ર આપવાની વ્યવસ્થા આરોગ્ય વિભાગ મોરબી દ્વારા કરવામાં આવેલ છે. જેમાં પ્રમાણપત્ર આપવાની કામગીરીનાં સેન્ટરોની યાદી તા.૦૧/૦૫/૨૦૨૦ નાં રોજ બહાર પાડવામાં આવેલ હતી. પરંતુ કામગીરીની જરૂરીયાતને ધ્યાને લઈ આમાંબાકી રહેલ તમામ સેન્ટરોમાં પણ પ્રમાણપત્ર કાઢવાની કામગીરીમાં વધારો કરેલ છે.તા.૦૩/૦૫/૨૦૨૦ રવિવારથી ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ મોરબી, સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ તમામ, સામુહિક આરોગ્ય કેન્દ્ર તમામ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તમામ અને મોરબી તેમજ વાંકાનેર શહેરના શહેરી આરોગ્ય કેન્દ્ર તમામ ખાતે મેડીકલ ચેકઅપ કરી પ્રમાણપત્ર આપવા અંગેની વ્યવસ્થા કરવામાં આવેલ છે. આ પ્રમાણપત્ર આપ્યા તારીખથી દિવસ ત્રણ સુધી માન્ય રહેશે.

મેડીકલ પ્રમાણપત્ર મેળવવા ઇચ્છતા લોકોમોરબી જિલ્લાના નજીકના કોઈ પણ આરોગ્ય સેન્ટરમાં જઈને નિયત કરેલ સમય દરમિયાન પ્રમાણપત્ર મેળવી શકશે. પ્રમાણપત્ર મેળવવાની પ્રકિયા દરમિયાન વધુ ભીડભાડ કરવી નહિ, સામાજિક અંતર જાળવવું, મોં અને નાક ઉપર માસ્ક અથવા તો રૂમાલ બાંધવો વગરે બાબતે તકેદારી રાખવા તેમજ સાથ સહકાર આપવા મોરબી જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.જે.એમ .કતીરા દ્વારા નમ્ર અપીલ કરવામાં આવી છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!