મહેસાણા જિલ્લામાં આયુર્વેદિક અને હોમીયોપેથી દવાઓનું નાગરિકોએ કર્યું ગ્રહણ

- રોગ પ્રતિકારક શક્તિ વધારવા આયુષ્ય મંત્રાલયની માર્ગદર્શિકા અનુસારઆયુર્વેદ પદ્ધતિનો ઉપચાર કરવા નાગરિકોને કરી અપીલ
- મોટી સંસ્થાઓ ના સહયોગથી ઘરે-ઘરે ઉકાળાનું વિતરણ કરાયું
મહેસાણા
ભારત દેશ સમગ્ર વિશ્વમાં ફેલાયેલ કોરોના વાયરસ ની લડાઈમાં પોતાના નાગરિકોને તેનાથી મુક્ત અને દૂર રાખવા સઘન પ્રયાસો કરી રહ્યો છે. ત્યાં ભારતની અતિપ્રાચીન અને પરંપરાગત ઋષિમુનિઓ દ્વારા સૂચિત આયુર્વેદ પદ્ધતિને આવા કપરા સમયમાં ઉપયોગમાં લેવામાં કેમ ની ચૂકાય………..
જિલ્લા આર્યુવેદ અધિકારી વૈધ વર્ષાબેન પટેલ દ્વારા મહેસાણા જિલ્લામાં સરાહનીય કામગીરી કરવામાં આવી છે. લોકોમાં રોગપ્રતિકારક શક્તિ વર્ધક આયુર્વેદિક ઔષધીનું સિંચન કરવા નાગરિકોને સુચન કરવામાં આવે છે. શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા આયુર્વેદ સિવાય હોમિયોપેથી નૈસર્ગિક ઉપચારો તેમજ ઘરથ્થુ ઉપાયો ભારતને કોરોના મુક્ત રાખવા માટે મદદ કરી શકે છે.
સર્વે જગતમાં કોરોના નો વ્યાપ વધી રહ્યો છે. ત્યાં મહેસાણા જિલ્લાના પ્રશાસન તેમજ નગરજનો માટે હંમેશા ચિંતિત રહી આયુર્વેદ પદ્ધતિનો અમલ કરવા કટિબદ્ધ બની છે. જિલ્લામાં રહેલી મોટી મોટી સેવાભાવી સંસ્થાઓને સાથે રાખી ઘરે-ઘરે આયુર્વેદિક ઉકાળા કે જેમાં ગળો, અરડૂસી , લીમડો , તુલસી, આદુ , હળદળ સામેલ કાવાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તેમ જિલ્લા આર્યુવેદ અધિકારી વર્ષાબેન પટેલે જણાવ્યું હતું..
તદ્દઉપરાંત ઉપરોક્ત લિખિત ઔષધિઓ જો ઘર આંગણામાં ઉપલબ્ધ હોય તો ઘરે જ આ પ્રકારનો આયુર્વેદિક ઉકાળો બનાવીને તેને ગ્રહણ કરવા ઘરના તમામ સભ્યો ને સૂચન આપવામાં આવે છે. તદ્દઉપરાંત સોસાયટી તરફથી આવેલ આર્યુર્વેદ ઉકાળાની વિનંતીને સરકારશ્રી એ ધ્યાનમાં લઇ વિનંતી કરેલ સોસાયટીમાં ઔષધિ ઉકાળાની સામગ્રી પણ પૂરી કરવામાંઆવે છે.
આ ઉકાળો માત્ર નગરજનો માટે જ સીમિત ન બનીને શિક્ષણ સેવાનું મહત્વનું યોગદાન આપતા ધોરણ -૧૦ તેમજ ૧૨ના તમામ શિક્ષક ગણને કોરોના થી મુક્ત રાખવા માટે આ આયુર્વેદિક ઔષધિ ને વિતરણ કરવામાં આવેલ. તદ્દઉપરાંત જિલ્લાની તમામ સરકારી કચેરીઓ ના લોકડાઉન બંદોબસ્ત માં ફરજ બજાવતા તેમજ અન્ય પ્રકારે સરકારી સહાય કરતા કલેકટર કચેરી , પેટા તિજોરી કચેરી , તાલુકા સદ્દન, જિલ્લા પંચાયત તેમજ તાલુકા પંચાયતના સભ્યને આ ઔષધીનો વિતરણ કરવામાં આવેલ છે.
જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી વર્ષાબેન પટેલ વધુમાં જણાવ્યું કે ધુપનું મહત્વપણ કોરોના બીમારીથી બચવા માટે કેટલું સુગ્મય બને છે. તેની જાણકારી આપી હતી. આ ઉપરાંત તેમને જણાવ્યું કે મહેસાણા જિલ્લામાં ૧૦,૧૭,૪૩૨ લાભાર્થીઓ ને ઉકાળો, ૭,૨૫,૫૪૨ હોમયોપેથી પ્રિવેન્ટિવ ડોઝ, ૧૧૮૭ સંશમની વટી તથા કોરોન્ટાઇન સેન્ટર/હોમ કોરોન્ટાઇન માં રખાયેલ ૨૩૬ આયુર્વેદ લાભાર્થીઓ અને ૨૩ હોમિયોપેથીનો લાભ લીધો. આ ઉપરાંત પોલીસ કર્મચારીઓ કે જે સતત કોરોના વાયરસના સંક્રમણ સમયે ખડે પગે રહી પોતાની ફરજ નિભાવી રહ્યા છે. તેમને પણ આ ઉકાળાની સામગ્રી આપવામાં આવી.
મહેસાણા જિલ્લાના ૧૭ આયુર્વેદ દવાખાના તથા ૧૦ હોમિયોપેથીક દવા ખાના દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે. આયુર્વેદિક અધિકારી વર્ષાબેન અનુરોધ કરતાં જણાવ્યું કે રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુષ્ય મંત્રાલયની ગાઈડલાઈન અનુસાર ઉકાળા તેમજ શમસ વટી નો ઉપયોગ વધારો આવશ્યક છે.