ગાંધીનગર સાહિત્યસભા કારોબારી બેઠકમાં વેબિનાર દ્વારા કાર્યક્રમોનું આયોજન

- ગાંધીનગર સાહિત્યસભામાં ત્રણ કવિ, ત્રણ વાર્તાકાર, ત્રણ કટાર લેખક અને ત્રણ પ્રાધ્યાપક સાથે વરિષ્ઠ અને યુવાનો સાથેની કારોબારીનું અનોખું સંયોજન
ગાંધીનગર સાહિત્યસભા કોરોના મહામારી અને લોકડાઉન પરિસ્થિતિના કારણે એમની કારોબારીની પ્રથમ બેઠક વેબિનાર દ્વારા આયોજિત કરવામાં આવી હતી. નવનિયુક્ત અધ્યક્ષ શ્રી સંજય થોરાતે નવીન કારોબારી નામોની જાહેરાત સાથે હોદ્દેદારોની સર્વાનુમતે નિમણૂક કરી હતી. ગાંધીનગર સાહિત્યસભાના સલાહકાર તરીકે જાણીતા ગઝલકાર કવિ શ્રી કિશોર જિકાદરા, ઉપાધ્યક્ષ તરીકે જાણીતા વાર્તાકાર શ્રી કલ્પેશ પટેલ અને મહામંત્રી તરીકે મહિસાગર જિલ્લાના નિવાસી અધિક કલેકટર અને જાણીતા લેખક શ્રી રમેશ ઠક્કર અને કોષાધ્યક્ષ તરીકે શ્રી મહેન્દ્રભાઈ રાઠોડની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
અન્ય કારોબારી સભ્યોમાં કવિ શ્રી પ્રતાપસિંહ ડાભી, કવિ શ્રી રમણ વાઘેલા, આકાશવાણીનાં એન્કર અને ગાંધીનગર સમાચારના કટારલેખિકા નેહલ ગઢવી, જાણીતા ધારાશાસ્ત્રી અને ગાંધીનગર સમાચારના કટાર લેખક શ્રી અશ્વિન ત્રિવેદી. ગુરૂકુળ અધ્યાપન સંસ્થાના ડાયરેકટર શ્રી ઉમંગ વસાણી, કડી સર્વ વિશ્વ વિદ્યાલયના બી. એડ. કોલેજના સહાયક અધ્યાપક શ્રી અજય રાવલ અને ચૌધરી મહિલા કોલેજના સહાયક અધ્યાપક શ્રી ડાૅ. દિશા પોપટની વરણી કરવામાં આવી હતી. ગાંધીનગર સાહિત્યસભામાં ત્રણ કવિ, ત્રણ વાર્તાકાર, ત્રણ કટાર લેખક અને ત્રણ પ્રાધ્યાપક સાથે વરિષ્ઠ અને યુવાનો સાથેની કારોબારીનું અનોખું સંયોજન થયું છે. આવનાર સમયમાં સાહિત્યના વૈવિધ્યસભર કાર્યક્રમો યોજાશે એવો સંકલ્પ નવગઠિત કારોબારીએ વ્યક્ત કર્યો હતો.