રામપુરા ગામના તળાવમાંથી કાચબાઓ લેવા આવેલા ફોરેસ્ટ અધિકારીઓ ઉભી પૂંછડિયે ભાગ્યા

રામપુરા ગામના તળાવમાંથી કાચબાઓ લેવા આવેલા ફોરેસ્ટ અધિકારીઓ ઉભી પૂંછડિયે ભાગ્યા
Spread the love

ધાનેરા તાલુકાના રામપુરા છોટા ગામમાં ગામના તળાવમાં પાણી સુકાઇ જતા મોટી માત્રામાં કાચબાઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા ત્યારે આ બાબત ને મીડિયા દ્વારા બહાર લાવતા સેવાભાવી સંસ્થાઓ આગળ આવી હતી અને કાચબાઓને બચાવવા માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે સેવાભાવી સંસ્થાઓ દ્વારા દરરોજ આ તળાવમાં પાણીના ટેન્કર નાખી તળાવ ભરવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે ત્યારે કાચબાઓને પણ પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેતા કાચબા બચી જવા પામ્યા છે ત્યારે આજે ફોરેસ્ટ વિભાગ દ્વારા આ કાચબાઓને સીપટિંગ કરવા માટે સીપુ ડેમ તેમજ દાંતીવાડા ડેમમાં લઇ જવાતા હતા ત્યારે સ્થાનિક લોકો અને સેવાભાવી સંસ્થાઓ પણ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ફોરેસ્ટ વિભાગ નો વિરોધ કર્યો હતો સાથે સાથે ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો કાચબાઓને સીપટિંગ કરવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે વિવિધ સંસ્થાઓ તેમજ ગ્રામજનોનું કહેવું છે કે જો આઈથી કાચબા લઈ જવામાં આવે તો  કાચબાઓ મોતને ભેટી શકે છે.

બીજી તરફ કાચબાનાં બચ્ચાપણ જો આ તળાવ  રહી જાય તો પણ તે પણ મોતને ભેટી શકે છે ત્યારે લાખો રૂપિયાના ખર્ચા બાદ હવે તંત્ર જાગ્યું છે અને કાચબાઓને લેવા માટે આવ્યું છે ત્યારે વિવિધ સેવા સંગઠન દ્વારા ચોમાસા સુધી આ તળાવમાં પાણી પૂરું પાડવાની ખાતરી આપતા ફોરેસ્ટ વિભાગ કાચબાને લીધા વગર પરત ફર્યો હતો અત્યારે તો રામપુરાછોટા ગામના તળાવમાં કાચબા ને બચાવવા માટે વિવિધ સેવા સંગઠનો આગળ આવી રહ્યા છે અને કાચબાને બચાવી માનવતા નુ કાર્ય કરી રહ્યા છે ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે કાચબાઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા ત્યારે ફોરેસ્ટ વિભાગ જાગ્યું નહોતું અને જ્યારે સેવાભાવી સંસ્થાઓ દ્વારા કાચબાને બચાવવામાં આવ્યા તે બાદ ફોરેસ્ટ વિભાગ કાચબા ને લઈ જવા માટેની તજવીજ હાથ ધરતા ગ્રામજનોમાં પણ રોષ જોવા મળ્યો હતોફોરેસ્ટ વિભાગ દ્વારા વહેલી સવારે આ તળાવ માંથી કાચબા કાઢવા નું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને કેટલાક કાચબાઓને બહાર પણ નીકળ્યા હતા ત્યારે સ્થાનિક લોકોને જાણ થતાં સ્થાનિક લોકો પણ ત્યાં પહોંચી ગયા હતા અને સેવાભાવી સંસ્થાઓ પણ ત્યાં પહોંચી હતી અને તમામ કાચબાઓને પર તળાવમાં પાછા છોડાવ્યા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!