જિલ્લાઓ તેમજ અન્ય રાજ્યોમાંથી લોકો ધાનેરા આવી રહ્યા છે જેને લઇ લોકો પણ ચિંતામાં મુકાયા

બનાસકાંઠા જિલ્લામાં જ્યારથી બહારના લોકો આવવાના શરૂ થયા છે ત્યારથી જ સતત કેસોમાં વધારો થઈ રહ્યા છે વાત કરવામાં આવે બનાસકાંઠાના સરહદી વિસ્તાર ધાનેરાની તો ધાનેરા શહેરમાં બહારના લોકો સતત આવી રહ્યા છે અત્યાર સુધી ધાનેરા તાલુકામાં 11700 વધુ લોકો પ્રવેશી ચૂક્યા છે આરોગ્યની ટિમો દ્વારા આ તમામ લોકોને ચેકઅપ કરવામાં આવ્યા છે અને હોમ કોરન્ટાઇન પણ કરવામાં આવ્યા છે તે ઉપરાંત આરોગ્ય વિભાગે બહારથી જે લોકો આવી રહ્યા છે તે લોકોની જાણકારી આપવા માટે પણ સ્થાનિક લોકોને અપીલ કરી છે.
છેલ્લા ત્રણ દિવસથી ધાનેરા શહેરમાં ગાડીઓ ભરાઈ ને લોકો બહારથી આવી રહ્યા છે ધાનેરા શહેરમાં નગરપાલિકા દ્વારા બહારથી આવતા લોકોની નોંધણી કરવામાં આવી રહી છે અને આરોગ્ય વિભાગ દ્વારા તે લોકોનુ પણ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે ધાનેરા તાલુકાના ડુંગડોલ ગામે જે અમદાવાદથી આવેલા હતા તેમનો કોરોના નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો તે ઉપરાંત ધાનેરા શહેરમાં આવેલ 20 વર્ષીય યુવકનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને આજે તે યુવકનું પાલનપુર સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું ધાનેરા શહેરમાં બહારથી લોકો આવતા શહેરવાસીઓમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.