મહારાણા પ્રતાપસિંહજી જન્મજયંતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન

મહારાણા પ્રતાપસિંહજી જન્મજયંતિ નિમિત્તે ક્ષત્રિય સેના આણંદ જીલ્લો અને જેસીઆઈ મિલ્કસીટી આણંદના સંયુક્ત ઉપક્રમે થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને પ્રેગ્નેટ મહિલાઓની જરૂરીયાતને ધ્યાનમાં રાખી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાની મહામારી વચ્ચે થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને પ્રેગ્નેટ મહિલાઓ માટે બ્લડની ખૂબ જરૂરિયાત ઉભી થઇ છે. ત્યારે ભારતના પ્રથમ સ્વતંત્ર સેનાની અને ભારતમાં દેશભક્તિનો પરિચય કરાવનાર ક્ષત્રિય વિર શિરોમણી હિંદુ સમ્રાટ એવા શ્રી મહારાણા પ્રતાપસિંહજીની જન્મજયંતિ નિમિત્તે ક્ષત્રિય સેના આણંદ જીલ્લો અને જેસીઆઈ મિલ્કસીટી આણંદના સંયુક્ત ઉપક્રમે તથા આણંદ નગરપાલિકા પ્રમુખ કાંતિભાઈ ચાવડાના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પ આણંદ નહેરુ બાગ પાસે આવેલ કોમ્યુનિટી હોલ ખાતે તારીખ ૦૯.૦૫.૨૦૨૦ના રોજ સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી કરવામાં આવ્યું છે. આણંદ જીલ્લામાં સૌ રક્તદાતાઓને મહારાણા પ્રતાપસિંહજી જન્મજયંતિ નિમિત્તે થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને પ્રેગ્નેટ મહિલાઓની જરૂરીયાતને ધ્યાનમાં રાખી બ્લડ ડોનેટ કરવાનું આહવાન કરવામાં આવ્યું છે.