રાજસ્થાનથી શ્રમિકો 200 કિ.મી. ચાલીને આવ્યા

રાજસ્થાનથી શ્રમિકો 200 કિ.મી. ચાલીને આવ્યા
Spread the love

રાજસ્થાનના ઝાલોરનું સાથું ગામે કોલસા પાડવા માટે મંજુરી અર્થે ગયા હતા.જોકે કોરોના વાયરસના કારણે લોકડાઉન થતાં ત્યાં ફસાઇ ગયા હતા. પરિવારના મહિલા બાળકો મળી સભ્યોને જમવામાં પણ મુશ્કેલીઓ પડતાં ત્યાથી રેલવે ટ્રેક ઉપર ચાલી નીકળી ૨૦૦ કિલોમીટરનું અંતર કાપીને ૭ દિવસે ભીલડીલ પહોંચ્યા હતા. અને ભુખ્યા રહીશું પણ કદી હવે વતનમાંથી બહાર નહિ જઇએ તેમ કહેતા કચ્છના કાનમેર તાલુકો રાપર ગામના શ્રમિકની આંખોમાં જળજળીયા આવી ગયા હતા.કચ્છના અંજાર જિલ્લાના સાથું ગામના શ્રમિકો પણ છેલ્લા એક માસથી અમે રાજસ્થાન ઝાલોરાનું સાથું ગામે મજુરી અર્થે ગયા હતા. જોકે કોરોના વાયરસના કારણે લોકડાઉન થતાં ત્યાં ફસાઇ ગયા હતા. જેઓ ભીલડી આવ્યા હતા.

આ અંગે પરિવારના મોભીએ જણાવ્યું હતું કે સાથું ગામે લોકડાઉન દરમિયાન મહિલા બાળકો મળી ૨૭ સભ્યોને જમવામાં પણ મુશ્કેલીઓ પડતા ત્યાંથી રેલવે ટ્રેક ઉપર ચાલી નીકળી ૨૦૦ કિલોમીરટનું અંતર કાપી ભીલડી પહોંચ્યા છીએ.અમે ભુખ્યા રહીશું પણ કદી હવે વતનમાંથી બહાર નહિ જઇએ તેમ કહેતા કચ્છના રાપર તાલુકાનું કાનમેર ગામના શ્રમિકની આંખોમાં જળજળીયા આવી ગયા હતા. બાળકોને ઉપાડતાં પગે જરાળા ભરાઇ ગયા કચ્છના રાપર તાલુકાનું કાનમેર જવા માટે રેલવે ટ્રેક ઉપર ચાલી નીકળેલા શ્રમિક પરિવારમાં નાના બાળકો પણ હોઇ તેમને ઉંચકીને ચાલતાં હતા. પરિણામે પગામાં જરાળા તેમજ ખભા ઉપર ફોલ્લીઓ ઉપડી ગઇ હતી.

cNMAKwbv.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!