મહારાણા પ્રતાપસિંહજી જન્મજયંતિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ

ક્ષત્રિય વિર શિરોમણી હિંદુ સમ્રાટ મહારાણા પ્રતાપસિંહજી જન્મજયંતિ નિમિત્તે ક્ષત્રિય સેના આણંદ જીલ્લો અને જેસીઆઈ મિલ્કસીટી આણંદ તથા આણંદ નગરપાલિકા પ્રમુખ કાંતિભાઈ ચાવડાના સંયુક્ત ઉપક્રમે કોરોનાની મહામારી વચ્ચે થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને ગર્ભવતી મહિલાઓની જરૂરીયાતને ધ્યાનમાં રાખી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પ આણંદ નહેરુ બાગ પાસે આવેલ કોમ્યુનિટી હોલ ખાતે તારીખ ૦૯.૦૫.૨૦૨૦ના રોજ સવારે ૯:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું.
આ બ્લડ ડોનેશન કેમ્પ અંતર્ગત એ.ડી ગોરવાલા બ્લડ બેંક દ્વારા ૫૪ યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું. આ કેમ્પના આયોજનમાં ક્ષત્રિય સેના તરફથી પ્રમુખ સુનિલસિંહ પરમાર, દિપકસિંહ ગોહેલ, રવિરાજસિંહ વાઘેલા, અમિતસિંહ સોલંકી, કમલેશસિંહ ડાભી ( સેનેટ સભ્યઅ-એસ.પી.યુ), વિજયસિંહ સોલંકી, સંદિપસિંહ ડાભી, જયવીરસિંહ અને જેસીઆઈ મિલ્કસીટી આણંદમાંથી પ્રમુખ જેસી પિયુષસિંહ ચાવડા, ઝોન કો.ઓર્ડીનેટર જેસી જૈમિન ભટ્ટ અને તેમની સમગ્ર ટીમ સહભાગી બની હતી.