અરવલ્લી જીલ્લા પોલીસની સંયુકત ટીમોએ ભીલોડાના ડોડીસરા ગામેથી ૭,૩૪,૦૦૦ રૂનો દારૂ ઝડપ્યો

- અરવલ્લી જિલ્લા પોલીસ ની સયુંકત ટીમો દ્વારા ભિલોડાના ડોડીસરા ગામે માથાભારે બુટલેગર સુકાભાઈ ઉફેઁ ભવરલાલ બાબુભાઈ ડુંડના ઘરે થી ૧૮,૩૫,૪૦૦ રૂપિયાનો કેસ શોધી કાઢવામાં મળેલ સફળતા
હાલમાં કોરોના વાયરસ ની મહામારી ચાલતી હોય જે અન્વયે લોક ડાઉન ની અમલવારી દરમ્યાન ભિલોડા તાલુકાના ડોડીસરા ગામે રહેતા માથાભારે બુટલેગર સુકાભાઇ ઉફેઁ ભવર લાલ બાબુભાઈ ડુંડ નાં રહેણાંક મકાનમાં પ્રોહી નો મોટો જથ્થો હોવાની બાતમી પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે. કે. રાજપૂત ભિલોડા ને ખાનગી રાહે બાતમી મળેલ હોઇ પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ તથા નાયબ અધિક્ષક શ્રી બી બી.બસિયા સાહેબ મોડાસા વિભાગ આગેવાની હેઠળ (૧) અેસ.ઓ.જી.પો.ઇન્સ જે.પી.ભરવાડ તથા સ્ટાફ (૨) પેરોલ ફર્લો પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એસ. સિસોદિયા તથા સ્ટાફ જિલ્લા તથા હાઈવે ટ્રાફિક ટીમો તથા ભિલોડા પોલીસ સ્ટેશનની ટીમો બનાવી નાયબ પોલીસ અધિક્ષક બી.સી.બસીયા સાહેબ મોડાસા વિભાગની આગેવાનીમાં મળેલ બાતમીના આધારે ભિલોડા તાલુકાના ડોડીસરા ગામે સંયુક્ત રેડ કરતા માથાભારે બુટલેગર સૂકાભાઈ ઉફેઁ ભવરલાલ બાબુભાઈ ડુંડનાં ઘરેથી મહિન્દ્રા પીક અપ ડાલા ન GJ 27 V 5112. માંથી પેટી નંગ 40 (2) મહિન્દ્રા પિકઅપ ડાલા નંબર GJ -06 -AX 6549માંથી પેટી નગ -35 (3) હ્યુન્ડાઇ વરના ગાડીમાંથી પેટી નંગ- 26 તેમજ મકાન આગળ બનાવેલ ઢાળીયામાંથી પેટી નંગ- 52 જે ભારતીય બનાવટ નો વિદેશી દારૂ એપિસોડ ક્લાસિક વ્હીસ્કીનાં માકાૅ ની કુલ પેટી નંગ -153 (બોટલ નંગ -1836) તથા સેમસંગ ફોન મોબાઇલ મળી કુલ કિં.રૂ ૧૮,૩૫,૪૦૦/- (રૂ ૭,૩૪,૦૦૦ નો પ્રોહી મુદ્દામાલ તથા ત્રણ વાહનોની કિ.રૂ. ૧૧,૦૦,૦૦૦ તથા મોબાઇલ ની કિ.રૂ. ૧૦૦૦ નો મળી કુલ મુદ્દામાલ ૧૮,૩૫,૪૦૦ નો પોલીસે રેડ દરમિયાન મળી આવેલ છે જે અન્વયે ભીલોડા પો.સ્ટે ને પ્રોહી કલમ-૬૫અેઈ,૧૧૬બી ૯૮(૨) મુજબની પો.સ.ઇ. કે.કે.રાજપુત ભીલોડા પોલીસ સ્ટેશન ની ફરિયાદ અન્વયે ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો. આમ આ ઈસમ છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જોડાયેલ હોય અને ડોડીસરા તેમજ આજુબાજુના ગામમાં પોતે માથાભારે હોવાની છાપ ધરાવતો હતો આ બાબતે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)