રાજ્યમાં ૨૪ કલાકમાં 2033 નવા કેસ : 51નાં મોત
મુંબઈ: રાજ્યમાં સોમવારે કુલ ૫૧ કોરોનાગ્રસ્તોના મોત થયાં હતાં અને તેમાંથી ફક્ત મુંબઈના ૨૩ અને નવી મુંબઈ અને પુણેના ૮નો સમાવેશ થાય છે. આ ઉપરાંત જળગાંવના ત્રણ, ઔરંગાબાદ, અહમદનગર, નાગપુરમાં બે અને પાલઘર તેમ જ ભિવંડીમાં એક-એક કોરોના ગ્રસ્તના મોત થયા છે. આ ઉપરાંત બિહાર રાજ્યના એક વ્યક્તિનું મુંબઈમાં મૃત્યુ થયું હતું. રાજ્યમાં ૨૪ કલાકમાં વિક્રમી ૨૦૩૩ નવા દર્દી મળ્યા છે અને એની સાથે જ રાજ્યના કુલ કોરોના ગ્રસ્તોની સંખ્યા ૩૩,૦૫૩ પર પહોંચી છે.
જોકે, સારી વાત એ છે કે ૨૪ કલાકમાં ૬૦૦ દર્દી સાજા થઈ ગયા છે આ સાથે અત્યાર સુધીમાં રાજ્યના ૭૬૮૮ કોરોનાના દર્દી સારા થઈને ઘરે રવાના થયા છે. મુંબઈ મહાનગરપાલિકા વિસ્તારમાં ૧૧૮૫ નવા દર્દી નોંધાયા હતા અને આ સાથે કોરોના ગ્રસ્તોની સંખ્યા ૨૧,૩૩૫ પર પહોંચી છે. આ ઉપરાંત થાણેમાં ૧૮૦૪, નવી મુંબઈમાં ૧૩૮૨, કલ્યાણ-ડોંબિવલીમાં ૫૩૩, મીરા-ભાઈંદરમાં ૩૦૪, વસઈ-વિરાર મનપામાં ૩૭૨ અને પુણેમાં ૩૭૦૭ કોરોના પોઝિટિવ છે