દાંતાના ધરેડા ગામે પતિએ પત્નીની હત્યા કરી

અંબાજી: દાંતા તાલુકાના ધરેડા ગામ ની ડુચિયાફળી માં પતિએ પત્નીનું ગળે ફાંસો આપી હત્યા કરી દેવાતા ધરેડા પંથક માં ભારે ચકચાર મચી જવા પામી છે જ્યાં બે વર્ષ ની માસૂમ દીકરી હવે માં વગર નોંધારી બની છે. દાંતા તાલુકાનું ધરેડા ગામ ડુંગરાળ વિસ્તારમાં આવેલું છે ને જ્યાં ડુચિયાફળી માં પોતાના પિયરમાં આવેલી પરણીતા નું પોતાના પતિ દ્વારા હત્યા કરી દેવાતા ચકચાર મચી છે ડુચિયાફળી માં રહેતી 22 વર્ષીય ગમીબેન ના લગ્ન રાજસ્થાન ના ઉદયપુર જિલ્લા ના કવેલ ગામે વાલા ભાઈ ખરાડી નામ ના શખ્સ સાથે થયા હતા ને બે વર્ષ પૂર્વેજ આ વાલાભાઈ ખરાડી ને પોતાની પત્ની ગમીબેન ઉપર શંકા કુશકા થવા લાગી હતી અને આ શંકાનું આજે કરુણ અંજામ આવ્યું છે.
પોતાના પિયર માં આવેલી ગમીબેન પોતાના પિતા પાસે રહેતી હતી ત્યાં તેનો પતિ વાલાભાઈ પરણીતા ના પિયરમાં એટલે કે પોતાની સાસરી માં પોહચ્યો હતો ને ફરિયાદ માં જણાવ્યા મુજબ વાલાભાઈ પોતાની પત્ની ગમીબેન ને ધરેડા ગામ ની સિમ માં આવેલા મોટા દિતા નામના ડુંગર વિસ્તાર માં લઇ ગયો જ્યાં પોતાની જ પત્ની ગમીબેન ના હાથ બાંધી ગળે રૂમાલ થી ટૂંપો આપી હત્યા નિપજાવી નાસી છૂટ્યો હતો ને સાંજે પોતાની દીકરી ગમીબેન ઘરે પરત ન ફરતા તેના પિતા ખીમાંભાઈ ડુંગઈચા એ તેને શોધ ખોળ હાથ ધરી તો આ મોટા દિતા ડુંગર વિસ્તારમાં પોતાની પુત્રી ની લાશ મળતા પિતા ખીમા ભાઈ ઉપર જાણે આભ તૂટી પડ્યો હોય તેટલો આઘાત લાગ્યો ને ચોક્કસ પણે તેના પતિ એજ પત્નીની હત્યા કરી દીધી છે તેમ દાંતા પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધાવીને પોતાની દિકરીમાં હત્યારા સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.
મરનાર દીકરીના પિતા ખીમાભાઈ ડુંગાઈચા નું કહેવું હતું કે દીકરી નહોતી ગમતી તો તેને અમને પરત સોંપી છૂટાછેડા લેવા હતા પણ તેની હત્યા નહોતી કરવી જોકે આ સમગ્ર મામલે બનાસકાંઠા નાયબ પોલીસ અધીક્ષક એ આર જનકાત એ જણાવ્યુ હતુ કે દાંતા પોલીસ સ્ટેશનમાં આઇ પી સી કલમ 302 મુજબ નો ગુન્હો નોંધી પીએસઆઇ ડી. કે. બ્રહ્મભટ્ટ સહિત પોતાની પોલીસ ટિમ દ્વારા હત્યારા પતિ વાલાભાઈ ની તપાસ હાથ ધરી જેનું પગેરું રાજસ્થાન ઉદયપુર જિલ્લાના જાડોલ તાલુકામાં કવેલ ગામે હત્યા નો આરોપી રહેતો હોવાની હકીકત સાથે રાજસ્થાન ની સ્થાનિક પોલીસ ની મદદ થી હત્યારા પતિ વાલાભાઈ ની ધરપકડ કરી દાંતા પોલિસ સ્ટેશન ને લાવામાં આવ્યો ને હત્યા ના મુળકામે પોલીસે તપાસ હાથ ધરી છે. જોકે આ હત્યાના આરોપીની ધરપકડ સાથે પોલીસે સૌ પ્રથમ તેનો કોરોના ટેસ્ટ પણ કરાવ્યો હતો.
જેમાં નેગેટિવ રિપોર્ટ આવતા પોલીસ કસ્ટડીમાં તેની વધુ પુછપરછ સાથે હત્યા ના બનાવ અંગે ની તપાસ કરી રહી છે જોકે હત્યા ના આરોપી વાલાભાઈ એ પોતાની પત્ની ના અન્ય વ્યક્તિ સાથે આડા સબન્ધ ની શંકા કુશંકા ને લઈ ગળે ટુંકો દઈ હત્યા કરી હોવાનુ હત્યા નો આરોપી વાલાભાઈ ખરાડી એ જમાવ્યુ હતુહાલમાં આ સમગ્ર ઘટના ને લઈ હત્યારો પતિ જેલ ની હવા ખાઈ રહ્યો છે ને પત્ની ની હત્યા થતા ભગવાન ના ઘરે પહોંચી છે ત્યારે આ બંને ની દીકરી રાકા આજે પણ પોતાની માતા નો ફોટો લઈ મા ક્યારે આવશે તેવું ભાસ કરાવી રહી છે ને મરણ જનાર પરણીતા ની માતા આજે પણ થાંભલા ના ટેકે દીકરી ને યાદ કરી આંસુ સારી રહી છે કોણ પુરશે દીકરી ની ખોટ કોણ પુરશે બે વર્ષ ની દીકરીને માતા ની ખોટ આ ગંભીર સવાલો સાથે પરિવાર આખું વેર વિખેર થઈ ગયું છે.