અંબાજી : દાંતા તાલુકો કોરોના મુક્ત બન્યુ

અંબાજી દાંતા તાલુકો મહત્તમ આદીવાસી વિસ્તાર છે ને આ વિસ્તાર માં કોરોના નુ સંકર્મણ ન થાય તેંમાંટે વહીવટી તંત્ર તનતોડ મહેનત કરી રહ્યુ હતુ તેમ છતા દાંતા તાલુકા માં ત્રણ લોકો ના કોરોના પોઝેટીવ આવ્યા હતા ને આ ત્રણે દર્દીઓ ને કોવીડ 19 હોસ્પાટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા તેમન સતત સારવાર ના અંતે આ ત્રણે દર્દીઓએ કોરોના ને મ્હાત આપી આજે દાંતા પરત ફર્યા છે કોરોના સામે જીત મેળવી દાંતા પરત ફરેલા કોરોના નેગેટીવ દર્દીઓ ને ગ્રામ જનો એ વધાવી લીધા હતા અને ફુલો વરસાની ત્રણે નુ સ્વાગત કરાયુ હતુ. જોકે હજી દાંતા તાલુકા માંથી વધુ 20 શંકાસ્પદ લોકો ના સેમ્પલ લેવામાં આવ્યા છે આ ત્રણ દર્દીઓ ના રીપોર્ટ નેગેટીવ આવવા છતા લોકો એ હજી પોતાની તકેદારી રાખવાની રહેશે અને મોં ઉપર માસ્ક રાખવુ તથા સોસીયલ ડીસ્ટન્ટ નુ પાલન કરવુ તેમજ અનિવાર્ય કામકાજ સિવાય કોઈ પણ વ્યક્તિ ઘર ની બહાર ન નિકળે તેવી સંપુર્ણ કાળજી રાખવાની રહેશે.