વૈશ્વિક મહામારી કોરોના સંક્રમણની વિરુદ્ધ લડાઈ લડનાર દેશનો દરેક વ્યક્તિ કોરોના ફાઈટર છે : હાર્દિક હુંડીયા

- દેશનાં અનેક મહાનુભાવ થયા સમ્માનિત
વિશ્વ આજે કોરોના ની મહામારી ની સામે યુધ્ધ લડી રહ્યૂ છે.જેમાં આપણો દેશ પણ સામેલ છે.દેશ નાં કોઈ નાગરિકે સપના માં પણ નહીં વિચાર્યું હોય કે દેશ માં આટલી હદે પરિસ્થિતિ વણસી જાશે. પરતું દેશ ની ૧૩૦ કરોડ જનતા એ ભારત નાં પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ની એક અવાજ પર કોરોના જેવી ગંભીર બિમારી સામે આજે પુરો દેશ એકજુટ થઈને આ રોગને નાથવા માટે યુધ્ધ લડી રહ્યો છે.આ વાત જણાવતાં સ્ટાર રિપોર્ટ મીડિયા પરિવાર નાં હાર્દિક હુંડીયા જણાવે છે કે દેશનો દરેક નાગરિક કોરોનાની સામે યુદ્ધ લડી રહ્યો છે અને તેથી જ દેશનો દરેક નાગરિક કોરોના ફાઇટર છે.સૌથી ઉત્કૃષ્ટ સેવા દેશની પોલીસ કરી રહી છે. તેઓ એ તપતી ગરમી કે ભુખ-તરસની પરવા કર્યા વગર જ્યાં ડયુટી મળી ત્યાં સતત ઉભા રહી ને દેશ ની સેવા તેઓ કરી રહ્યા છે.
તબીબી ક્ષેત્રે સેવા આપનારા સ્વાસ્થ્ય કર્મિઓની જેટલી પ્રશંસા કરો તેટલી ઓછી છે કારણ કે કોરોના નાં દર્દી પાસે જ્યાં લોકો જાતા ડરે છે , તેનાથી દૂર રહે છે તે સમયે આ સ્વાસ્થ્યકર્મિ આ દરદીને ને પાસે બોલાવી ને તેમની સારવાર કરે છે અને તેમને સાજા કરે છે.આપણાં સફાઈ કર્મચારી કોરોના ની બિમારી થી ડર્યા વગર આવી ગંભીર પરિસ્થિતિ માં તેઓ દેશ ને સ્વચ્છ રાખી રહ્યા છે. કેવી રીતે ભૂલીએ આ મહાનુભાવોનો આ ઉપકાર ! દેશ ને કોરોના ની બિમારી ની દરેક સચોટ માહિતી અને દેશ દુનિયા નાં સમાચાર થી જાગૃત કરનાર પત્રકારો ને પણ નમન છે . આ વિકટ પરિસ્થિતિ માં અનેક મહાનુભાવો એ ઘરમાં બેસી ને આ મહામારી વિરુદ્ધ લડાઈ લડી છે તો અનેક લોકો બહાર નિકળીને આ યુદ્ધ લડી રહ્યા છે.
પરિસ્થિતિ સામે સતત ઝઝુમતા વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો ને સ્ટાર રિપોર્ટ કોરોના ફાઇટર્સનું સમ્માન- પત્ર વોટ્સએપ દ્રારા મોકલાવી ને તેઓને સમ્માનિત કરવામાં આવી રહ્યા છે. આ વાત જણાવતા હાર્દિક હુંડીયા એ જણાવ્યું કે એક પત્રકાર ને જયારે આ સમ્માન પત્ર વોટ્સએપ દ્રારા મળ્યું તો તેણે આંખો માં આંસુ સાથે જણાવ્યું કે સર મને આજે જ કોરોના પોઝિટિવ આવેલ છે સતત ફિલ્ડ માં ફરવાને કારણે તે કોરોના ની ચપેટ માં આવી ગયેલ છે.આપે મને કોરોના ફાઈટરર્સ નાં સમ્માન થી સમ્માનિત કર્યો છે. તેની હિંમત થી હવે હું જલદી સાજો થઈ ને દેશ માટે કામ કરવા લાગીશ અને સકારાત્મક સમાચાર થી લોકોને અવગત કરાવીશ તેણે હાર્દિક ભાઈ નો આભાર માનતા જણાવ્યું કે હાર્દિક ભાઈ આપના જેવા મહાનુભાવો અમારી હિંમત વધારે છે ત્યારે અમારો પરિવાર પણ ખુશ થાય છે કે જે દિલ થી મહેનત કરે છે તેની કદર સમાજ પણ કરે છે.
દેશ નાં ડાયમંડ કીંગ ભરત શાહ,ગોલ્ડ કીંગ પૃથ્વી રાજ કોઠારી, ઉધ્ધોગપતિ પ્રદીપ રાઠૌડ,પધ્મશ્રી આનુપ જલોટા,લોકમત અખબારવાળા વિજય દર્ડા , જય હીંદ પેપર વાળા યશવંત શાહ, બિલ્ડર આનંદ પંડિત, કલાકાર ટીના ધાઈ, પ્લેબેક સિંગર અમન ત્રિખા , મિસ ઈન્ડિયા વલ્ડવાઇલ્ડ તનિષ્ક શર્મા, વરીષ્ઠ ધારાશાસ્ત્રી રીજવાન મર્ચન્ટ, જ્વેલર્સ શ્રીકાંતભાઇ ઝવેરી, ક્રીકેટર અતુલ બેદાડે ૨૫૦ મહાનુભાવો ને સમ્માનિત કરવાનું ગૌરવ પ્રાપ્ત થયેલ છે અને ગૌરવયાત્રા આગળ ચાલુ છે. છ વર્ષ નો નાનો ધ્રુવ વિડીયો બનાવી ને બધા નું મનોરંજન કરે છે તેની સાથે સાથે બધા જ ક્ષેત્ર નાં મહાનુભાવો આ સમ્માન ની ગૌરવયાત્રા માં સામેલ છે.