લાઠી PACOમાં ફરજ બજાવતા વર્ગ-4ના કર્મીઓ પગારવિહોણા

- આઉટ સોર્સિંગ એજન્સીના પગાર ચુકવણીમાં ગલ્લાંતલ્લાં
હાલના કોરોના સંકટ કાળમાં છેલ્લા ૩ માસથી એક પણ રજા વગર કામગીરી બજાવતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પટ્ટાવાળાને ચાર માસથી પગાર મળ્યો નથી. આઉટ સોર્સીંગ એજન્સી દ્વારા નિયુક્ત આ કર્મચારીઓની આર્થિક સ્થિતિ કફોડી બની છે.સરકાર અન્ય શ્રમિકોને વેતન ચૂકવવા ખાનગી માલિકોને ફરજ પાડે છે પણ પોતાના જ દવાખાનામાં સાફસફાઈનું મહત્વનું કામ કરતા નાના કર્મચારીઓના પ્રશ્નો નજરઅંદાજ કરે છે. અમરેલી જિલ્લા પંચાયત હસ્તકના દવાખાનાઓમાં પહેલા જર્સિસ ટેકનોલોજીને આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ અપાયેલ અને હવે માર્ચથી એમ. જે. નાકરણી ને કોન્ટરક અપાયેલ છે તેમ છતાં નવેમ્બર માસથી પગાર થયેલ નથી.
કર્મચારીઓના પી.એફ.ના નાણાં પણ કંપની નિયમ મુજબ જમા કરાવતી નથી કે દર માસે નિયત પગાર કરતી નથી છતાં સરકાર માં તેની કોઈ નોંધ લેવાતી નથી. દર વખતે નવી કંપનીને કોન્ટ્રાક અપાય ત્યારે એક બે માસનો પગાર કરતાં નથી ને નાના કર્મચારીઓનું શોષણ કરે છે. આ કર્મચારીઓ ક્યાંય વિરોધ કરી શકતા ન હોય સતત શોષણ ચાલે છે. આ બાબતે કર્મચારીઓ માં રોષ વ્યાપેલ હોય કલેકટર શ્રી કે ડી.ડી.ઓ.શ્રી એ આ બાબતની તપાસ કરાવી આરોગ્ય કેન્દ્રના પટ્ટાવાળાને પોતાના હક્કનો પગાર સમય સર મળે તેવું કરવા રજુઆત થયેલ છે.
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા