ખેડબ્રહ્મા: છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ખેરોજ પોલીસ.

સાબરકાંઠા પોલીસ અધિક્ષક શ્રી ચૈતન્ય માંડલીક સાહેબ ની સૂચના અનુસાર જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારું સુચનાઓ આપેલ તે મુજબ નાયબ પોલીસ અધિક્ષક , શ્રી ડી.એમ ચૌહાણ સાહેબ ઇડર વિભાગના માર્ગદર્શન હેઠળ આજરોજ તારીખ 25 5 2020 ના રોજ છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો આરોપી અશ્વિનભાઈ વસ્તાભાઇ ગમાર રહેવાસી : નાડા તાલુકો.પોશીના પોતાના ઘરે આવેલ હોવાની બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો અ.હેડ.કો. બાબુભાઈ વાલજીભાઈ બ.નં.736, અશ્વિનભાઈ કાવજીભાઈ બ.નં.458, જયંતીભાઈ તથા શૈલેષભાઈ તથા દીપકભાઈ ખેરોજ પોલીસ સ્ટાફના માણસો lockdown બંદોબસ્ત અનુસંધાને પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળતા ખેરોજ પોલીસ સ્ટેશન સેકન્ડ ગુના રજીસ્ટર નંબર 3092/2016ઈ.પી.કો કલમ 323,504,506(૨),114 મુજબના ગુનાના કામનો નાસતો ફરતો આરોપી અશ્વિનભાઈ વસ્તાભાઇ ગમાર ના ઘરને કોર્ડન કરી અશ્વિનભાઈ ને પકડી પાડી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. આમ છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડવામાં પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ.વી જોટાણા ખેરોજ પોલીસ સ્ટેશનને સફળતા મળેલ છે.