માંડવી : વૈશ્વિક શાંતિદા મહાયજ્ઞ સાથે ઠાકોરજી ના દશઁન કરી ભાવિકો ભાવવિભોર બન્યા

માંડવી : વૈશ્વિક શાંતિદા મહાયજ્ઞ સાથે ઠાકોરજી ના દશઁન કરી ભાવિકો ભાવવિભોર બન્યા
Spread the love
માંડવી : જયઘોષ ના શંખનાદ અને  આરતી સાથે ઠાકોરધણી ઘનશ્યામ મહારાજ અને વૃંદાવન વિહારી ના દ્વાર જનહિત લોક કલ્યાણ અર્થે સરકારશ્રી ની ગાઈડ લાઈન્સ ને નજર સમક્ષ રાખી ભાવિકો માટે આજરોજ ખોલવામાં આવતા દશઁન કરી ભાવિકો ભાવવિભોર થયા હતા. સવારે મંગળા આરતી બાદ મંદિર મા બિરાજમાન  દેવો નો કેશર જળ થી અભિષેક કરવામાં આવ્યો ત્યારબાદ  કેરીઓના અનકુટ દેવોને ધરાવવામાં આવ્યા હતા. વિશ્વ લેવલે કોરોના સંક્રમણ થી  દેશ અને દુનિયા ના લોકો ત્રાહિમામ છે ત્યારે આ માહમારી થી લોકો ને મુકિત મળે તેવા શુભ આસ્ય થી વૈશ્વિક શાંતિદા મહાયજ્ઞ નો પ્રારંભ વહેલી સવારે માંડવી સ્વામિનારાયણ મંદીર મધ્યે કરવામાં આવ્યું હતું હરિભકતો માટે મુખ્યદ્રાર નું દશઁનથેઁ પુન પ્રવેશ દ્વાર પાસે વિધિવત મંત્રોઉચાર પુજન સાથે દીપ પ્રાગટય  માંડવી મંદિરના મહંત સ્વામી સદ ગુરુશ્રી દેવપ્રકાસદાસજી, સ્વામી  અક્ષરપ્રકાસદાસજી, સ્વામી શ્રી જ્ઞાનપ્રકાસદાસજી, માંડવી ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા,  ભાજપ પૂવઁ પ્રમુખ  દિલીપભાઈ ત્રિવેદી ના વરદ્હસ્તે પ્રવેશદ્રાર ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.
કોરોનો ની માહમારી વચ્ચે લોકો ઉપયોગી થવાની ભાવના સાથે નિષ્ઠા પૂવઁક ફરજ બજાવતા જુદા જુદા ઓફિસરો તેમજ પોલિસ ઓફિસરો તથા  મહાનુભાવો ને સન્માનિત કરી, સન્માન પત્ર સાથે આરોગ્યલક્ષી કીટનું વિતરણ માંડવી વિસ્તાર ના ધારાસભ્યશ્રી , ભાજપ પૂવઁ પ્રમુખ તથા મંદિર ના મહંત શ્રી ના વરદ્હસ્તે સન્માનિત મહાનુભાવો માં માંડવી નગરપાલિકાના  પ્રમુખ શ્રી  મેહુલભાઈ શાહ, મામલતદાર શ્રી .ડાંગી સાહેબ, પી. આઈ શ્રી. ચૌહાણ સાહેબ, તાલુકા વિકાસ અધિકારી શ્રી પી. કે. સ્વઁણકર, માંડવી સિવીલ હોસ્પિટલ ના ડોકટર શ્રી. પાસવાન તથા ડો. રાય, ડેવલપમેન્ટ ઓફીસર શ્રી. ગોહિલ સાહેબ, નાયબ મામલતદાર શ્રી યુવરાજસિંહ ગોહિલ, કારોબારી ચેરમેન દિનેશભાઈ હિરાણી, સિનીયર હેડ કાનજીભાઈ શિરેખા, માંડવી ભાજપ શહેર પ્રમુખ દેવાંગભાઈ દવે તેમજ યજમાન શ્રી પ્રેમજી મનજી હિરાણી, માવજી લાલજી વેકરીયા તથા કરશન લાલજી વેકરીયાને સન્માનિત કરવામાં આવ્યા હતા.
જયારે વિશેષ સન્માનિત મહાનુભાવો  માં ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા તથા શ્રી.દિલીપભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે જયારે જયારે કચ્છ મા કુદરતી આફતો કે કપરી પરિસ્થિતિઓ  ઉત્પન થાય છે ત્યારે કચ્છ શ્રી નરનારાયણ દેવ તાબા હેઠળ ના સ્વામિનારાયણ મંદિરો સરકાર શ્રી અને લોકોને ઉપયોગી થવા ની ભાવના સાથે સરસ સેવાકીય કાર્ય  કરી સરકાર અને લોકોને આવી સેવાઓ નું યોગદાન આપતા રહે છે. ૭૫  દિવસ બાદ  ભગવાનશ્રી ના પુષ્પપુજન દશઁન કરવા માંડવી તેમજ આસપાસના ગામડા ના લોકો મોટી સંખ્યા માં સરકારશ્રી ની તમામ ગાઇડલાઇન સાથે આવતા- જતા નજરે પડતા હતા. આ કાયઁક્રમ ના આયોજન મા માંડવી મંદિરના કોઠારી  અરજણભાઈ રવજી હાલાઇ તથા હરજી ગાંગજી વેકરીયા , મંદિર ના સાંખ્યયોગી બહેનો , કચ્છ શ્રી નરનારાયણ દેવ યુવક તેમજ મહિલા મંડળ ની બહેનો એ જહેમત ઉઠાવી હતી.
Admin

Admin

9909969099
Right Click Disabled!