દૂધસાગર ડેરી મહેસાણા દ્વારા મુખ્યમંત્રી રાહત કોષમાં ૨૫ લાખ રૂપિયા તથા પ્રધાનમંત્રી કેર ફંડમાં ૫૧ લાખ રૂપિયાનું અનુદાન
દૂધસાગર ડેરી મહેસાણાની તાજેતરમાં મળેલી નિયામક મંડળની બેઠકમાં સર્વસંમતિથી નક્કી થયા મુજબ, દેશભરમાં વર્તમાન કોરોનાવાયરસ ની મહામારી ચાલી રહી છે આ અદ્રશ્ય વાયરસ સામે સમગ્ર વિશ્વ લડાઈ લડી રહ્યું છે. આ મહામારીમાં દેશના પ્રધાનમંત્રી અને જિલ્લાના સપૂત માનનીય નરેન્દ્ર ભાઈ મોદી સાહેબના કુશળ અને સક્ષમ નેતૃત્વમાં સમગ્ર દેશ સફળતાપૂર્વક ઝઝૂમી રહ્યો છે અને તેમાં સફળતા પણ મેળવી રહ્યો છે. કોરોના વાયરસ સામેની લડાઈમાં ભારત દેશની સફળ કામગીરીની નોંધ સમગ્ર વિશ્વમાં લેવાઇ રહી છે જેનો એક માત્ર જશ માનનીય પ્રધાનમંત્રીશ્રી ને ફાળે જાય છે.
આ કપરા કાળમાં મદદ માટે દૂધ સાગર ડેરી તરફથી પી એમ કેર ફંડ માં 51 લાખ પુરાનું અનુદાન તથા સાથે સાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાહેબ ના મુખ્યમંત્રી રાહત નિધિ ૨૫ લાખ રૂપિયાનું અનુદાન આપવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું. આજરોજ દૂધસાગર ડેરીના અધ્યક્ષા શ્રીમતી આશાબેન ઠાકોર તથા ઉપાધ્યક્ષ શ્રી મોઘજીભાઈ ચૌધરી ના હસ્તે જિલ્લા કલેકટર શ્રી મહેસાણા ને પી એમ કે ર ફંડ મા 51 લાખનો ચેક તથા મુખ્યમંત્રી રાહત નિધિમાં 25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો.