કડી-આદુંદરા રોડ ઉપર જુગાર રમતા જુગારીઓ પર પોલીસ ત્રાટકી ,4 ઝડપાયા
- આદુદરા રોડ જોટાણા ત્રણ રસ્તા નજીક આવેલ ચારમાળના સરકારી વસાહત ની બહાર ચાર જુગારીયાઓ ઝડપાયા:-રૂ.૨૨,૧૧૦/- નો મુદ્દામાલ ઝડપાયો
કડી તાલુકાના આદુદરા ગામના રોડ ઉપર જોટાણા ત્રણ રસ્તા નજીક આવેલા ચાર માળના સરકારી વસાહત ની બહાર જુગાર રમતા ચાર જુગારીયાઓ ને કડી પોલીસ ના ડી-સ્ટાફે ખાનગી બાતમી ના આધારે રેડ કરી ઝડપી પાડ્યા હતા.
કડીના આદુદરા રોડ ઉપર જોટાણા ત્રણ રસ્તા નજીક ચાર માળના સરકારી વસાહત નજીક અજાણ્યા ઈસમો પોતાના અંગત ફાયદાસરુ પૈસા થી હારજીતનો જુગાર રમી રહ્યા હોવાની બાતમીને આધારે કડી પોલીસના ડી સ્ટાફના પી.એસ.આઈ.વાય.એચ.રાજપૂત, હે.કો.સંદીપભાઈ.કો.અનિલભાઈ સહિતના સ્ટાફે બાતમીના સ્થળે રેડ કરતા આદુદરા રોડ ઉપર આવેલ ચારમાળના સરકારી વસાહત ની બહાર ખુલ્લી જગ્યા માં અંગત આર્થિક ફાયદાસરુ પૈસા થી જુગાર રમતા ચાર ઇસમોને કોર્ડન કરી ઝડપી લીધા હતા. જેમની પાસેથી જુગાર રમવાના સાહિત્ય સહિત રોકડા રૂપિયા ૨૨,૧૧૦/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ઝડપાયેલા જુગારીઓ
૧. પરમાર ધવલ જયેશભાઇ (રહે. રોહિતવાસ, કડી)
૨. ધનવાણી(સિંધી) પંકજકુમાર રાજકુમાર (રહે.નાનો કોઠારીવાસ, કડી)
૩. મલેક યુસુફ મહમદભાઈ (રહે.કસ્બા જૂની મુનસફ કોર્ટ, કડી)
૪. વેપારી મોઇન કાદરભાઈ (રહે. કસ્બા ઘુમટીયા, કડી)