મોડાસા નાગરિક બેંકનો કર્મચારી કોરોનાગ્રસ્ત થતા ત્રણ દિવસ બેંક બંધ

મોડાસા શહેર સહીત અરવલ્લી જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. જેને કારણે હાલમાં અરવલ્લી જિલ્લાની સ્થિતિ જોતા ટુંક સમયમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ કોરોનાના દર્દીઓ ધરાવતો જીલ્લો બને તો નવાઈ નહિ. ખાસ કરીને છેલ્લા કેટલાક દિવસથી મોડાસા શહેરમાં જ કોરોનાનું સંક્રમણ ખુબ ઝડપી વધી રહ્યું છે. જેને લઈ શહેરમાં પોઝિટિવ આંક ૭૦ પર પહોંચી ગયો છે. ગુરૂવારે મોડાસા શહેરમાં ૪ કેસ અને શહેરને અડીને આવેલા સબલપુર ગામમાં ૧ પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામાં કુલ ૧૬૮ કેસ પોઝિટિવ નોંધાયા છે.મોડાસા શહેરમાં લોકલ સંક્રમણ ફેલાતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે બુધવારે મોડાસા નાગરિક સહકારી બેંકનો કર્મચારી કોરોનામાં સપડાતા હડકંપ મચ્યો છે બેંક કર્મચારીનો રિપોર્ટ પોઝેટીવ આવતાં આરોગ્ય વિભાગન ગાઈડલાઈન અનુસાર ત્રણ દિવસ બેંકને તાળા મારી દેવામાં આવ્યા છે મોડાસા શહેરમાં કોરોનાના સંક્રમણનું સંકટ ઘેરું બનતાં માર્કેટયાર્ડમાં કરિયાણાના દુકાનધારકોએ અડધો દિવસ દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય લીધો છે
ઉત્તર ગુજરાતમાં કોરોનાનું સૌથી વધુ સંક્રમણ મોડાસા શહેરમાં જોવા મળી રહ્યું છે. શહેરમાં દિનપ્રતિદિન સતત કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેમાં પ્રતિદિન શહેરમાં કોરોનાના ત્રણ થી ૫ કેસ નોંધાઈ રહ્યા છે. બુધવારે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ સંબોધન કરવામાં આવ્યું હતું કે હવે દેશમાં લોકડાઉન કરવામાં આવશે નહિ. જેને કારણે અફવાથી દૂર રહેવાનું જણાવ્યું હતું. જેની વચ્ચે બુધવારે મોડાસા શહેરમાં બે અને તાલુકામાં ૧ મળી ત્રણ પોઝેટીવ કેસ નોંધાયા બાદ શહેરમાં કોરોનાની રફ્તાર યથાવત રહેતા વધુ ૪ ચાર પોઝિટિવ કેસ નોંધાતા ચકચાર મચી ગઈ છે મોડાસા શહેરના બજારો અને જાહેરસ્થળોએ એકઠી થતી ભીડ કોરોના સંક્રમણને આવકારી રહી હોય તેવું લાગી રહ્યું છે માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સ જળવાતું ન હોવાથી આગામી સમયમાં કોરોના વિસ્ફોટ થાય તો નવાઈ નહિ લોકો બેદરકાર જણાઈ રહ્યા છે જે આગામી સમયમાં ઘાતક સાબિત થઇ શકે છે જીલ્લાવાસીઓ માટે તેવું લાગી રહ્યું છે
મોડાસા શહેરના લઘુમતિ વિસ્તારમાં કોરોનાનું લોકલ સંક્રમણ અને કોમ્યુનિટી ટ્રાન્સ્મીશન આગામી સમયમાં ભયાનક સાબિત થઇ શકે છે ગુરુવારે નોંધાયેલ શહેરના ૪ કોરોના પોઝેટીવ કેસ લઘુમતી સમાજમાં નોંધાયા છે જેમાં અલહયાત સોસાયટીના ૫૮ વર્ષીય મહિલા,દરિયાઈ સોસાયટીની ૪૮ વર્ષીય મહિલા, બેલીમવાડાના ૪૮ વર્ષીય આધેડ, અને નવાજી ફળીનો ૨૮ વર્ષીય યુવકનો સમાવેશ થાય છે મોડાસા શહેરને અડીને આવેલા સબલપુર ગામનો ૩૮ વર્ષીય યુવકનો રિપોર્ટ પણ પોઝેટીવ આવતાં સતત વધી રહેલા કોરોનાના કહેરથી લોકોમાં ફાફડાટ જોવા મળી રહ્યો છે જીલ્લામાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા ૩૦ પર પહોંચી છે. આરોગ્ય વિભાગ દ્વારા પરિવારના સભ્યોને કોરોન્ટાઈન કરી સર્વેની કામગીરી હાથધરી હતી વહીવટી તંત્રએ કોરોના પોઝેટીવ દર્દીઓના ઇફેકેટેડ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ એરીયા જાહેર કરવાની કામગીરી હાથધરી હતી અને સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.