ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં ધરણા કરનાર NSUIના કાર્યકરોની ધરપકડ

જામનગરમાં આવેલ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં એનએસયુઆઈએ સોશિયલ ડિસ્ટન્સ સાથે ધરણા કર્યા હતા. એનએસયુઆઇના કાર્યકરો માંગણીને વળગી રહેતા પોલીસે ટીંગાટોળી કરી ધરપકડ કરી હતી. 7 જુલાઈથી જામનગર ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં શરૂ થતી પરીક્ષા મોકૂફ રાખવા બે દિવસ પહેલા એનએસયુઆઈએ ઇન્ચાર્જ વીસીને આવેદન પાઠવી 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું.
આમ છતાં કોઇ કાર્યવાહી યુનિ. દ્વારા કરવામાં ન આવતા ગુરુવારે એનએસયુઆઇ અને યુવક કોંગ્રેસના હોદ્દેદારોએ યુનિ.માં સોશિયલ ડિસ્ટન્સ સાથે ધરણા કર્યા હતા અને પરીક્ષા મોકૂફ રાખવાની માંગણી પર અડગ રહ્યા હતા. પોલીસે ટીંગાટોળી કરી ધરપકડ કરી હતી. પરીક્ષા મુલતવી, NSUIએ ફટાકડા ફોડયા પરીક્ષા કંટ્રોલ બોર્ડની બેઠક ગુરુવારના વીડિયો કોન્ફરન્સથી મળી હતી. જેમાં આયુર્વેદાચાર્ય બીએએમએસ તથા યોગ કોર્સની પરીક્ષાઓ જે તા.7 જુલાઈ અને તથા ફાર્મસી કોર્સ પરીક્ષા તા.20 જુલાઈથી શરૂ થનાર હતી તે મુલતવી રાખવાનો નિર્ણય કરાયો હતો.
– રોહિત આર. મેરાણી (જામનગર)