ઇસરી પોલીસે કુણોલની સીમમાંથી ૬૦૦૦૦ રૂનો દારૂ ઝડપ્યો

પોલીસ મહાનિદૅશક અને મુખ્ય પોલીસ અધિકારી (ડી.જી.પી) સા.શ્રી તેમજ ગાંધીનગર વિભાગના મહાનિરીક્ષક શ્રી મયંકસિહ ચાવડા સાહેબ તેમજ અરવલ્લી જીલ્લા પોલીસ અધિક્ષક મયુર પાટીલ તથા નાયબ પોલીસ અધિક્ષક ભરત બી બસીયા મોડાસા વિભાગ તરફથી મળેલ સુચના આધારે ઇસરી પી.આઈ. આર.અેસ.તાવીયાડ તથા પોલીસ સ્ટાફના માણસો સાથે આંતરરાજ્ય રાજસ્થાનથી ગુજરાતમાં ઇગ્લીશ દારૂની હેરાફેરી ન થાય તે માટે પ્રોહી વોચ નાકાબંધીમા હતા દરમ્યાન કુણોલ ગામની સીમમાં રાજસ્થાનમાથી ગુજરાતમાં ભારતીય બનાવટનો ઇગ્લીશ દારૂ લઇ આવતી હોન્ડા સીટી કાર નંબર GJ-01-RJ- 7890 મા ભારતીય રાજસ્થાન બનાવટની રોયલ ચેલેન્જ વ્હીસ્કીની પેટી નંગ-૨ કી.રૂ ૧૮૦૦૦ તથા રોયલ સ્ટેગ વ્હીસ્કીની પેટી નંગ-૧ કી.રૂ.૯૦૦૦ તથા મેકડોલ્સ નં ૧ પેટી નંગ-૧ કી.રૂ. ૯૦૦૦ તથા ઓફીસર ચોઇસ વ્હીસ્કી પેટી નંગ-૨ કી.રૂ.૯૬૦૦ તથા હેવડૅસ ૫૦૦૦ સુપર સ્ટ્રોંગ બીયરની પેટી નંગ-૪ કી.રૂ.૧૪૪૦૦૦ તથા મોબાઇલ નંગ-૨ કી.રૂ ૨૦૦૦ તથા હોન્ડા સીટી કી.રૂ. ૪૦૦૦૦૦ મળી કુલ રૂ ૪૬૨૦૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી વિપુલકુમાર નારણભાઇ ચૌધરી રહે.૧૧/૪૫ હનુમાનપુરા ચૌધરીવાસ સમી(સમોઉ) તા માણસા જી.ગાંધીનગર પકડાઈ જતા મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયૅવાહી ઈસરી પી.આઈ. આર.અેસ.તાવીયાડ કરી રહ્યા છે.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)