પત્રિકામાં સહી કરાવી પ્રજાનો અવાજ તંત્ર સુધી પહોંચાડવાનો ઝુંબેશ

વોર્ડ નં.12ના લોકો હાલ અનેક સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે ત્યારે આ પ્રશ્ન ઉકેલવા અનોખી ઝુંબેશનું આયોજન કરાયું હતું. જામ્યુકોના પૂર્વ વિપક્ષી નેતા તથા વોર્ડ નં.12ના કોર્પોરેટર અસલમભાઈ ખીલજીના નેતૃત્વ હેઠળ ગુરૂવારે ‘સહી કરી તંત્રને જગાડો નગર સામને ન્યાય અપવો’ કાર્યક્રમ હેઠળ 15 જેટલી ટીમો બનાવી વિસ્તારના લોકોને પત્રિકામાં સહી કરાવી હતી. બાબુ અમૃતના વાડાથી મોરકંડા રોડથી સનસીટી સુધી ભૂર્ગભ ગટર બનાવી જોઈએ કે કેમ? કાલાવડ બાજુથી મહાપ્રભુજીની બેઠક સુધી સીસી રોડ બનાવો જોઈએ કે કેમ? નગરસમ મેઇન રોડમાં એલઇડી લાઇટ લગાવવા કે કેમ? તે અંગેની પત્રિકામાં હા કે નામાં લોકો પાસેથી પ્રશ્નોના જવાબ લઇ સહી કરાવી હતી. આ કાર્યક્રમમાં અસલમ ખીલજી અને હાજી રીઝવાન જુનેજા સહિતના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી.
– રોહિત આર. મેરાણી (જામનગર)