ઈડર પાવપુરી જૈન મંદિરના બંને સાધુઓની પોલીસ દ્વારા ધરપકડ

- ઈડર પાવાપુરી જલ મંદિર દુષ્કમૅ મામલો
ઈડર પોલીસ દ્વારા આજરોજ જૈન સાધુઓ ની પાવાપુરી જૈન તીર્થ ખાતેથી ધરપકડ કરી ઇડર સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જઇ કોરોના તેમજ શારીરિક તપાસ તપાસ કરાઇ હતી. ત્યારબાદ ઇડર પોલીસ સ્ટેશન લાવી પોલીસ દ્વારા પૂછતાછ હાથ ધરવામાં આવી છે. ગઈ કાલે ઈડર જૈન સમાજ દ્વારા બંને મહારાજ સાહેબોની ધરપકડ કરવા માટે આવેદન આપી માંગણી કરાઈ હતી. જેને લઈને આખરે ઈડર પોલીસે બંન્ને મહારાજની ધરપકડ કરી છે.
જ્યારે સાધુઓની ધરપકડ બાદ ઈડર જૈન સમાજના ટોળાં ઈડર પોલીસ સ્ટેશનમાં ઉમટી પડ્યા હતા અને કેટલાક લોકો એ હાથમાં નવા કપડાં લઇ બંને સાધુઓને સંસારી વસ્ત્રો ધારણ કરવા માંગ કરી હતી. ઈડર પોલીસ દ્વારા બંને મુનિઓને ઇડર પોલીસ સ્ટેશન ખાતે લાવી વધુ તપાસ હાથ ધરી છે.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)