કડીની પ્રમુખ સ્વામી કોલેજને સતત બીજા વર્ષે “ભારતની શ્રેષ્ઠ” કોલેજમાં સ્થાન મળ્યું

કડીની પ્રમુખ સ્વામી કોલેજને સતત બીજા વર્ષે “ભારતની શ્રેષ્ઠ” કોલેજમાં સ્થાન મળ્યું
Spread the love
  • ઈન્ડીયા ટુ-ડે અને એમ.ડી.આર.એ.ના સર્વે પ્રમાણે કડીની પ્રમુખ સ્વામી કોલેજને સતત ત્રીજા વર્ષે “ભારતની શ્રેષ્ઠ” માં સ્થાન
  • શૈક્ષણિક શ્રેષ્ઠતામાં આર્ટસમાં સમગ્ર રાજ્યમાં પ્રથમ અને સાયન્સમાં રાજ્યમાં દ્વિતીય સ્થાન

ઈન્ડીયા ટુ-ડે અને એમ.ડી.આર.એ. દ્વારા દર વર્ષે ભારતભરની વિવિધ ૧૪ વિદ્યાશાખામાં દેશની શ્રેષ્ઠ કોલેજની પસંદગી કરવામાં આવે છે. આ પસંદગીના માપદંડમાં પ્રવેશ યોગ્યતા અને વહીવટીય પારદર્શકતાના ૨૫૦ ગુણ, શૈક્ષણિક ઉત્કૃષ્ટતાના ૨૫૦ ગુણ, માળખાકીય સુવિધાઓ અને અભ્યાસકીય અનુભવના ૧૫૦ ગુણ, વ્યક્તિત્વ વિકાસ અને નેતૃત્વના ગુણોના ૨૦૦ ગુણ, કારકિર્દી વિકાસ અને નોકરીની ઓફરના ૧૫૦ ગુણ એમ ૧૦૦૦ ગુણ શૈક્ષણિક ક્ષેત્રના અને અન્ય ૧૦૦૦ ગુણ કોલેજની સમગ્ર ભારતમાં ઓળખના એમ કુલ મળીને ૨૦૦૦ ગુણમાં માર્કિંગ કરવામાં આવે છે.

પરસેપ્શનના (દેશભરમાં ઓળખ અને નામના) ૧૦૦૦ ગુણ હોવાથી, હમેંશા મોટા શહેરોની કોલેજની ભારતભરમાં વધુ ઓળખ અને નામના હોવાથી મોટા શહેરોની કોલેજો જ આ શ્રેષ્ઠતાની યાદીમાં સ્થાન પામતી હોય છે. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ, કડી સંચાલિત પ્રમુખ સ્વામી સાયન્સ એન્ડ એચ.ડી.પટેલ આર્ટ્સ કોલેજ જ એકમાત્ર ગ્રામ્ય વિસ્તારની કોલેજ છે જે દેશની શ્રેષ્ઠ કોલેજોમાં સ્થાન પામી છે.

આર્ટસ વિદ્યાશાખા
૧ સેન્ટ ઝેવિયર્સ કોલેજ , અમદાવાદ ૫૮૦.૪ ૯૧૬.૧ ૧૪૯૬.૫ ૨૫
૨ પ્રમુખ સ્વામી સાયંસ એન્ડ એચ.ડી.પટેલ આર્ટ્સ કોલેજ, કડી ૫૮૫.૪ ૧૨૧.૨ ૭૦૬.૬ ૭૮
૩ ઉમિયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદ ૫૧૨.૩ ૬૭.૦ ૫૭૯.૩ ૧૦૬

વિજ્ઞાન વિદ્યાશાખા
૧ સેન્ટ ઝેવિયર્સ કોલેજ , અમદાવાદ ૬૧૨.૧ ૮૬૧.૨ ૧૪૭૩.૩ ૨૬
૨ એમ.જી સાયન્સ ઇન્સ્ટીટયુટ, અમદાવાદ ૫૪૫.૬ ૬૦૧.૦ ૧૧૪૬.૬ ૬૫
૩ ગવર્મેન્ટ સાયન્સ કોલેજ ,અમદાવાદ ૪૨૩.૫ ૪૪૩.૦ ૮૬૬.૫ ૮૪
૪ એસ.એમ. પટેલ કોલેજ ઓફ હોમ સાયન્સ , વિદ્યાનગર ૫૬૦.૦ ૧૫૧.૫ ૭૧૧.૫ ૯૯
૫ એન.વી.પટેલ કોલેજ ઓફ પ્યોર સાયન્સ , વિદ્યાનગર ૫૧૪.૪ ૧૯૬.૨ ૭૧૦.૬ ૧૦૦
૬ પ્રમુખ સ્વામી સાયંસ એન્ડ એચ.ડી.પટેલ આર્ટ્સ કોલેજ, કડી ૫૯૦.૫ ૬૪.૦ ૬૫૪.૫ ૧૧૦

પ્રમુખ સ્વામી કોલેજની આ શ્રેષ્ઠ સિદ્ધિ બદલ સર્વ વિદ્યાલય કેળવણી મંડળ,કડીના ચેરમેનશ્રી વલ્લભભાઈ પટેલ તથા સર્વે હોદ્દેદારોએ કોલેજના તમામ સ્ટાફમિત્રોને અભિનંદન પાઠવ્યા છે.

રિપોર્ટ : ધવલ ગજ્જર (કડી)

IMG-20200627-WA0011.jpg

Admin

Dhaval Gajjar

9909969099
Right Click Disabled!