વિસનગર : શૈક્ષણિક નગરી વિસનગર માં આવેલ ખાનગી શાળાએ ફી માં આપી રાહત

વિસનગર : કોરોના વાઇરસની મહામારી સામે માનવતાનો ધર્મ મહેકાવતા શૈક્ષણિક નગરી વિસનગરના આંગણે આવેલ ખાનગી શાળાએ ઉત્તર ગુજરાતમાં સર્વપ્રથમ વિદ્યાર્થીઓની સ્કૂલ ફીમાં રાહત આપવાનો નિર્ણય કર્યો છે આજે જ્યારે કોરોના વાયરસની અસર થી દેશના અર્થતંત્ર પર માર પડ્યો છે ત્યાં દેશમાં રહેતા કરોડો નાગરિકોના પરિવારમાં પણ આર્થિક સ્થિતિ નબળી બની છે આવા સમયે વડાપ્રધાન ના આહવાન સાથે સક્ષમ લોકો અને સંસ્થાઓ દ્વારા માનવતાનો ધર્મ અપનાવી એક બીજાને મદદરૂપ થવાના ભાવ સાથે યથાયોગ્ય દાન કરવામાં આવ્યું છે આમ આજે પીએમ કેર ફન્ડ કે સીએમ ફન્ડ જન સહયોગ થી કરોડો રૂપિયાની રાહત સરકારમાં પહોંચી છે તો સરકારે પણ રાહત ફન્ડનો સદઉપયોગ પણ કરી બતાવ્યો છે.
આજે વાયરસની મહામારી વચ્ચે શૈક્ષણિક નગરી વિસનગરના આંગણે આવેલ કેર પબ્લિક સ્કૂલ સહિતની બે ખાનગી શાળાઓના સંચાલકોએ પોતાના વિદ્યાર્થીઓના પરિવારને મદદરૂપ થવા હાલના પ્રથમ સત્રની ફી માં 50 ટકાની રાહત આપી છે મહત્વનું છે કે આ સ્કૂલમાં 300 જેટલા બાળકો kg થી લઈ ધોરણ 10 સુધી અભ્યાસ કરી રહ્યા છે જેઓની ફીમાં ટ્રસ્ટ દ્વારા 50 ટકા રાહત કરાતા 10 લાખ જેટલી રકમની આવક ઘટી છે જેનો સીધો લાભ વિદ્યાર્થીઓના પરીવારોને મળનાર છે તો આજે આ શાળામાં પોતાના બાળકોને અભ્યાસ કરાવતા વાલીઓ પણ શાળાના આ નિર્ણયને પગલે રાહત અને ખુશી અનુભવી રહ્યા છે.