કડી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાંથી 1 સપ્તાહમાં 6 લોકોએ કોરોનાને માત આપી

- ભાગ્યોદય હોસ્પિટલના ડોકટર આનંદ પટેલે ફિઝિશિયન તરીકે ૧૫ દિવસ થી સેવા આપે છે
- કડીની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં થી એક સપ્તાહ માં ૬ લોકોએ કોરોના ને માત આપી ઘેર પહોંચ્યા
- ૧૨ કોરોના પોઝીટીવ દર્દીઓમાંથી 8 સાજા થયા,2 હજુ સારવાર હેઠળ અને 4 બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કુંડાળ ગામમાં આવેલ સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાંથી એક સપ્તાહમાં ૬ લોકોએ કોરોનાને માત આપી ઘેર પહોંચ્યા હતા.સાજા થયેલા લોકોએ હોસ્પિટલના ડોકટર્સ,નર્સિંગ સ્ટાફ નો આભાર માન્યો હતો. મહેસાણા જિલ્લાનું કડી કેટલાક સમય થી કોરોના હોટસ્પોટ તરીકે જોવા મળી રહ્યું છે. કડી માં અત્યાર સુધીમાં ૧૧૦ થી વધારે કેસ કોરોના પોઝીટીવ આવ્યા છે જેથી લોકોમાં ચિંતાનું મોજું પ્રસરી વળ્યું છે.
કડી માં કોરોના પોઝીટીવ કેસ વધવા ની સામે એક સારા સમાચાર આવ્યા હતા.કડી ના કુંડાળ માં આવેલ સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં ત્રણ દિવસ પહેલા 3 અને સોમવાર ના રોજ 3 મળી એક સપ્તાહમાં ૬ કોરોના પોઝીટીવ લોકો સાજા થતા રજા આપવામાં આવી હતી.કુંડાળ ની સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાંથી અત્યાર સુધીમાં ૧૧૩ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી ૮ લોકોનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 12 દર્દીઓ દાખલ કરવામાં આવ્યા હતા.
જેમાં ૪ દર્દીઓને વધુ સારવાર માટે બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.૬ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી હતી અને 2 દર્દીઓ હજુ કોરોના ની સારવાર હેઠળ છે.સાજા થયેલા દર્દીઓએ હોસ્પિટલના સુપરિટેન્ડટ ડૉ. વિનોદ પટેલ,ડૉ. પરાગ ગજ્જર અને હોસ્પિટલમાં માનદ સેવા આપતા ડો.આનંદ પટેલ અને નસિંગ સ્ટાફ નો આભાર માન્યો હતો.
થોડા દિવસ પહેલા તાલુકા સેવાસદનમાં જિલ્લા કલેકટર ની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન દ્વારા કડી માં કોવિડ હોસ્પિટલ ચાલુ કરવામાં આવે તો માનદ સેવા આપવાની તૈયારી બતાવી હતી પરંતુ સબ ડિસ્ટ્રીકટ હોસ્પિટલમાં એસોસિયેશનના કોઈ ડોકટર કોરોના પોઝીટીવ દર્દીઓની સેવામાં ફરકયા નહોતા જેથી તેમણે માનદ સેવા કરવાના જિલ્લા કલેકટર ને આપેલા વચનો ઠાલા સાબિત થયા હતા.