ચીન મુદ્દે ભારતનો મોટો નિર્ણય, 59 ચાઇનીઝ એપ પર લગાવ્યો પ્રતિબંધ

ચીન મુદ્દે ભારતનો મોટો નિર્ણય, 59 ચાઇનીઝ એપ પર લગાવ્યો પ્રતિબંધ
Spread the love

સરકારે લોકપ્રિય ચીની એપ ટિકટોક સહિત 59 ચીની એપ પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ ચીની એપથી પ્રાઇવસીની સુરક્ષનો મામલો માનવામાં આવી રહ્યો છે. ટિકટોક સિવાય જે અન્ય લોકપ્રિય એપને બેનનો સામનો કરવો પડ્યો છે, તેમાં શેયરચેટ, હેલો, યૂસી બ્રાઉઝર, લાઇકી અને વીચેટ સહિત 59 એપ સામેલ છે. સરકાર તરફથી આદેશ અનુસાર સરકાર તે 59 મોબાઇલ એપ પર પ્રતિબંધ લગાવ્યો છે જે ભારતના સાર્વભૌમત્વ અને અખંડતા, ભારતની રક્ષા, રાજ્યની સુરક્ષા અને જાહેર વ્યવસ્થા માટે પૂર્વાગ્રહપૂર્ણ હતી.

માહિતી ટેકનોલોજી અધિનિયમ (IT Act)ની કલમ 69 એ હેઠળ સૂચના ટેક્નોલોજી અધિનિયમની જોગવાઇઓ લાગૂ કરતા સૂચના ટેક્નોલોજી મંત્રાલય નિયમ 2009 અને ખતરાની આકસ્મિક પ્રકૃતિને જોતા 59 એપ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, 15-16 જૂનના રાત્રે, કર્નલ સહિત 20 ભારતીય સૈનિકોએ લદ્દાખની ગાલવાન ખીણમાં ચીની સૈનિકો સાથેની અથડામણમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારબાદથી બંને દેશો વચ્ચેની સરહદ ઉપર વધારો થયો છે. તે અથડામણમાં ઘણાં ચિની સૈનિકોનાં મરણ થયાના અહેવાલો હતા, જેને હજી સુધી ચીને સ્વીકાર્યું નથી.

IMG-20200629-WA0017.jpg

Admin

Dhaval Gajjar

9909969099
Right Click Disabled!