રણ સરોવરમાં અગરિયાઓ ખેડૂતો માલધારી તથા બાવડાના જોરે જીવતા અન્ય સમુદાયો હોમાઈ જશે

રણ સરોવરના વિરોધના વંટોળ વચ્ચે તાલુકાના 50 અગરિયાઓ એકઠાં થયા હતા જેમાં રણ સરોવર બંધ કરોના નારા લગાવ્યા હતાં તો સાથે આગામી દિવસોમાં રણ સરોવર વિરુદ્ધ ઉગ્ર આંદોલન ચલાવવામાં આવશે અને સોસિયલ મિડીયાનો સદ ઉપયોગ કરી રોજે રોજ વિરોધ દર્શાવવામાં આવશે.
નોંધનીય છે રણ સરોવરથી રણમાં મીઠું પકવતા હળવદ, માળિયા, પાટડીના 500 થી વધારે મંડળીમાં 20000 હજાર જેટલાં અગરના પાટા આવેલા છે અને અંદાજે 1 લાખથી વધારે ટીકર,અજીતગઢ,માનગઢ, જોગડ, કીડી, એંજાર, માલણીયાદ, કોપરણી કુડા સહિતના કાળી મજુરી કરી પરીવારોને રોજગારી મળે છે પરંતુ હવે રણ સરોવરથી રોજગારીની મુશ્કેલીઓ ઉભી થાય તેવી અગરિયાઓની વેદના છે.
રણને સૂરજબારી પાસે બંધ બનાવી નાખવામાં આવે તો જમીનથી જેટલી ઊંચાઈનો બંધ અને તેનાથી અને ઘણા વિસ્તારમાં પાણી ભરાઇ જવાની પરિસ્થિતિ દરેક ચોમાસામાં ઊભી થાય આવું થવાથી સેંકડો ગામ સીમ અને ખેતરો ચોમાસામાં ડૂબી જાય તો સુરત બારી પાસે આવેલા કાંઠાના મીઠાના અગરો ડૂબી જવાથી ત્યાં કાયમ માટે મીઠું પાકતુ બંધ થઈ જાય જેથી રણમાં મીઠું પકવતા અગરિયાઓ આજે એકઠાં થઈ રણ સરોવર બંધ કરોના નારા લગાવી વિરોધ કર્યો હતો તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.
કચ્છનું નાનું રણ ખાસ પર્યાવરણીય વ્યવસ્થા છે તેનું નિર્માણ કુદરતી રીતે થયું છે ઉત્તર ગુજરાત અને રાજસ્થાન નદીઓ અને વહેતા પાણી એક ચોક્કસ સમય માટે સમાવવાનું કુદરતી વાસણ છે 2017માં ઉત્તર ગુજરાતમાં થયેલી અતિવૃષ્ટિ અને વિકરાળ પૂરનું પાણી આવવાના કારણે થનારી તારાજીને કાબુમાં કરી શકાય.જો રણ ન હોત તો રણ સરોવર હોત તો પાટણ બનાસકાંઠા સુરેન્દ્રનગર મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં પાણીમાં ડૂબી ગયા હોય અને સૂરજ બારી પાસે બંધ બનાવી નાખવામાં આવે તો જમીનથી જેટલી ઉંચાઈનો બંધ બને તેનાથી અનેક ઘણાં વિસ્તારમાં પાણી ભરાઇ જવાની પરિસ્થિતિ દરેક ચોમાસામાં ઊભી થાય આવું થવાથી સેંકડો ગામ છે મને ખેતરમાં પાણી ચોમાસામાં ડૂબી જાય તેવી સંભાવના છે.
એક તરફ રણની ઉપરવાસમાં પુર રેલાય અને બીજી તરફ સુરજ બારી પાસે બનાવવાની દરિયામાં મોટી ભરતીનું પાણી કે જે સદીઓથી અડધા રણ સુધી પહોંચે તેને અટકાવવાથી તે બંધની દિવાલ સાથે અથડાઇને વેગથી પાછું દરિયા તરફ ફરવાથી માળીયા અને કચ્છના સુરજ બારી પાસે આવેલા કાંઠાના મીઠાના અગરો ડૂબી જવાથી ત્યાં કાયમ માટે મીઠી પાકતુ બંધ થઈ જાય તેમ છે અને કચ્છનો અખાત દુનિયાની અલભ્ય દરિયાઈ જીવસૃષ્ટિનું આશ્રય સ્થાન છે” મરીન નેશનલ પાર્ક”દુનિયા ભરમાં તેની વિવિધતા અને ખાસિયતો માટે પ્રસિદ્ધ છે.
આ રક્ષિત વિસ્તારનું અસ્તિત્વ કચ્છના નાના રણમાંથી ચોમાસામાં આવતા પાણીના લીધે છે રણમાં દરિયામાં આવતું પાણી તેની સાથે ઢસડી લાવતા કાંપ અને બાયોમાસથી મરીન નેશનલ પાર્કની જીવસૃષ્ટિને પોષે છે રણને બંધ દ્વારા બાંધી દેવાથી દરિયા સૃષ્ટિનો નાશ પામે છે રણમાં ચોમાસામાં નદીઓ અને દરિયાની મોટી ભરતીનુ ભાંભરૂ પાણી એકઠું થતા પાણી કુદરતી રીતે ઉત્પન્ન થતા ઝીંગા ખતમ થશે જે થઈ જવાથી સેંકડો માછીમાર પરિવારો બેકાર બનશે ત્યારે આવી વિમુક્ત સમુદાયના લોકો પાસે બીજું કોઈ વ્યવસાય નથી.
કચ્છનું નાનું રણ ઘુડખર અભ્યારણ છે તેમાં દુનિયાની લુપ્ત થતી પ્રજાતિ 5 હજાર ઉપરાંત ઘુડખર વસે છે અત્યારે રણમાં આવેલા પ્રસિદ્ધ વચ્છરાજ બેટ સહિતના અનેક બેટ રણ સરોવરના લીધે ડૂબમાં જશે આવી ઘુડખરને આસપાસના ખેતરો અને ખરાબામાં આશરો લેશે જેથી ખેડૂતોની ખેતી અને ઘુડખર બંનેને નુકસાન થશે ઘૂડખરની સંખ્યા આજની પરિસ્થિતિ અને ખેડૂતોની જીવદયાની ભાવનાને કારણે આજે 5 હજાર થઈ છે જે ઘટવાની શરૂઆત થશે તો પ્રજનનકાળ દરમિયાન ઘુડખરને પૂરપાટ દોડવા માટે ખુલ્લું મેદાન જોઈએ જેથી ઘુડખર જો થોડાક બેડ પર ઓછી જગ્યામાં પૂરી દેવામાં આવે તો તેની સંખ્યામાં ઘટતાં ઘટતાં નામશેષ થઈ જશે.
રણને રણ સરોવર બનાવતા 5 હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં પાણી ભરવામાં આવે તો આસપાસની મીઠી જમીન મીઠી થવાના બદલે ખાર (તેલીયો) ઉપર આવવાથી હજારો એકર જમીન ખાલી થશે છેલ્લા 30/40 વર્ષમાં રણની ફરતે જ્યાં પણ સ્થાનિક લોકો માટે બંધારણ, તળાવ,કે ચેકડેમ બનાવવામાં આવ્યા છે તેની આસપાસના ખેતરો રણના તેલીયાથી લૂણો લાગી જતા ખરાબ થયા છે રણ અને તેની ભરતીઓ ફૂટતો ખાર સાદો ખાર નથી તે તેલીયો ખાર છે જ્યાં પણ તે ઉપર આવે તો કે તો કાયમ માટે નકામો થઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થશે બાષ્પીભવન અને સામાન્ય કરતાં ઊંચા દરે થાય તેવી હવામાન સતત ભેજ બાફ અને ઝાકળનું પ્રમાણ વધવાથી આ વિસ્તારમાં જીરું દિવેલા કપાસ અને અન્ય બાગાયતી પાકને ફુગજન્ય રોગ અને જીવાતનો ઉપદ્રવ વધવાથી કાયમી નુકસાન થશે.
બીજા શબ્દોમાં કહીએ તો કે ખલ્લાસ જાય થઈ જાય અને હજારો લોકો છતા જમીને કંગાળ બની ભટકતા થઈ જાય આ વિસ્તારનું ગ્રામીણ અર્થતંત્ર પણ ભાંગી પડે તેવી સ્થિતિ નિર્માણ થશે. રણ સરોવરનું નિર્માણ થતાં રણમાં મીઠું પકવીને ગુજરાન ચલાવતા હજારો અગરિયા પરિવારો બેકાર બની જશે નવી મીઠી જમીન ક્યાંથી આવશે ? તેમને નવી જમીન આપવાની વાત એક કલ્પના છે રણ સરોવરમાં જમીનો ડુબશે નવ સાધ્ય થવાની કોઇ શક્યતા દૂર દૂર સુધી ક્યાંય દેખાતી નથી આ ઉપરાંત હવામાં ભેજનું પ્રમાણ વધવાથી તાપમાન ઘટતા બાષ્પીભવનનો દર ઘટવાથી આસપાસના દરિયા કિનારે પાકતા મીઠાના ઉત્પાદન અને ગુણવત્તા બંનેમાં નોંધપાત્ર ઘટાડો થશે.