લાયોનેસ ક્લબ ગાંધીનગર દ્વારા 3 અદ્યતન હોસ્પિટલ બેડનું અનુદાન

લાયોનેસ ક્લબ દ્વારા અવિરત સેવાના કાર્યો થતા જ રહે છે. તેના ભાગરૂપે પ્રમુખ દક્ષાબેન જાદવની રાહબરી હેઠળ લાયન્સ ક્લબ દ્વારા સંચાલિત મેડીકલ સાધન સહાય કેન્દ્ર પર, જરૂરિયાતમંદ લોકો બહોળા પ્રમાણમાં લાભ લઈ શકે તે હેતુથી પરમેનન્ટ પ્રોજેક્ટરૂપે 3 અદ્યતન હોસ્પિટલ બેડનું અનુદાન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં લાયોનેસ ક્લબના ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ, ક્લબના સભ્યશ્રીઓ તથા લાયન્સ ક્લબના ડિસ્ટ્રીક્ટ કેબિનેટ ટ્રેઝરર હરીશભાઈ ત્રિવેદી તથા મેડીકલ સાધન સહાય કેન્દ્રની કમિટિના એ. આર. પટેલ, ડી. પી. ત્રિવેદી, દિપેશભાઈ પટેલ, નયનભાઈ મધુકર ઉપસ્થિત રહ્યાં હતાં. લાયોનેસ ક્લબના સેક્રેટરી રીટા શાહ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. સર્વે સભાસદોની ઉપસ્થિતિથી કાર્યક્રમ સફળ રહેવા પામ્યો હતો. ગાંધીનગરમાં મેડીકલ સાધન સહાય કેન્દ્ર, સેકટર-2 ખાતે છેલ્લા બે વર્ષથી કાર્યરત છે. જેનો લાભ સૌ નગરજનોને લેવા તથા મુલાકાત લેવા અનુરોધ છે.