જામનગર સીટી ‘B’ ડિવિઝન PIની અમદાવાદ બદલી
- ગુજરાત રાજ્યના પોલીસ વડા દ્વારા ૩૪ જેટલા પીઆઈની બદલીનો ઘાણવો કાઢવા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જેમાં જામનગરના સીટી બી ડિવિઝનમાં ફરજ બજાવતા પી.આઈ.ને બદલીનો આદેશ આપવામાં આવ્યો છે.
વિગત મુજબ ગુજરાતમાં રાજ્યના પોલીસવડા દ્વારા જુદા જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા ૩૪ પી.આઈ.ની સામુહિક બદલીનો ઓર્ડર શુક્રવારે સાંજે કરવામાં આવ્યો છે. જેમાં જામનગરમાં સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.આઈ. જે.વી. રાઠોડને અમદાવાદ ખાતે ફરજ સોંપવામાં આવી હોવાનું ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના એમ.ડી.ચંદ્રવાડીયા બદલી ગાંધીનગર ખાતે ઇન્ટેલિજન્સ વિભાગની વડી કચેરી ખાતે કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે, જ્યારે આ જિલ્લા માટે અન્ય કોઈ નવા પી.આઈ.ની બદલી થઈ નથી.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજકોટથી આશરે પંદર માસ પૂર્વે બદલીને આવેલા પી.આઈ.ચંદ્રવાડીયા મહત્વની એલ.સી.બી.શાખાના પી.આઈ. તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. છેલ્લા સવા વર્ષના સમયગાળા દરમિયાન દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મહત્વના ગુનાઓનો ભેદ ઉકેલવા તથા નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા ઉપરાંત મોટા ગુનાઓ પકડી પાડવામાં તેમના નોંધપાત્ર કામગીરી કરી હતી. આ સાથે રાજ્યમાં આઈ.જી. દ્વારા જુદા જુદા જિલ્લામાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા ૫૧ અધિકારીઓની સામૂહિક બદલી કરાઈ છે. જોકે તેમાં દ્વારકા જિલ્લામાંથી એક પણ પી.એસ.આઈ. બદલી પામ્યા નથી, કે અન્ય જિલ્લામાંથી દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક પણ નવા પી.એસ.આઈ. મુકાયા નથી.
– રોહિત મેરાણી (જામનગર)