બાયોડિઝલના નામે હલકા કેમિકલ ઈંધણના વેંચાણ સામે ઉઠ્યો વિરોધ

બાયોડિઝલના નામે હલકા કેમિકલ ઈંધણના વેંચાણ સામે ઉઠ્યો વિરોધ
Spread the love

જામનગર જિલ્લામાં બાયોડિઝલના નામે ગેરકાયદેસર ઇંધણનું વેચાણ કરીને વાહન ધારકોને હલકું કેમિકલ ધાબડી રહ્યાની સ્ફોટક રજૂઆત જામનગર જિલ્લા પેટ્રોલ-ડીઝલ ડીલર એસો.ના પ્રમુખ ધીમંતભાઈ ઘેલાણી અને જનરલ સેક્રેટરી આર.વી.રાણિપાએ કલેક્ટરને રૂબરૂ લેખીતમાં રજૂઆત કરી છે. જામનગર જિલ્લામાં અલગ-અલગ સ્થળો ઉપરથી બાયો ડીઝલના નામથી અન્ય પદાર્થોનું અનધિકૃત વેચાણ થતું હોવા બાબતની માહિતી પેટ્રોલ પંપ ડીલરોને મળી રહી છે. પ્રદૂષણ ઓછું ફેલાય તે માટે તા.1-4 થી ભારત સરકાર બી.એસ.-6ના ધારા ધોરણ મુજબનું ઈંધણ (પેટ્રોલ-ડીઝલ) દરેક વાહનને મળી રહે તેવી વ્યવસ્થા કરેલ છે.

જેથી સરકાર પ્રયાસોથી વિરુદ્ધ બાયોડીઝલના નામથી અન્ય કેમીકલ/ઈધણ વાહન ઘારકોને વેચવામાં આવે છે. જે રોકવું કલેકટરની ફરજ છે. વધુમાં કેમીકલ/ઇંઘણના ગેરકાયદેસર વેચાણથી રાજ્ય તથા કેન્દ્ર સરકારને ડીઝલ ઉપર મળતા અનેક વેરા સરકાર સુધી પહોંચતા નથી જેથી રાજકોશ નુકસાન થાય છે. પર્યાવરણને પણ નુકસાન થાય છે તથા આવા ઇંધણથી ચાલતા વાહનો લાંબા સમયે ખરાબ થઈ જતા હોય છે. તેવું જણાવાયું છે. આમ, સમગ્ર જામનગર જિલ્લામાં બાયોડીઝલના નામથી વેચાતા આવા અનધિકૃત કેમિકલ, ઇંધણનું વેચાણ તાત્કાલીક ધોરણે બંધ થાય તથા તેવા ગેરકાયદેસર વેપાર સાથે સંકળાયેલ લોકો વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવા માંગણી કરાઈ છે.

– રોહિત મેરાણી (જામનગર)

20200705_121315.png

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!