ગુલાબનગર-વિભાપર માર્ગ ગંદકીમાં ગળાડૂબ

શહેરના ગુલાબનગરથી વિભાપરને જોડતા મુખ્ય માર્ગ પર ઠેર ઠેર પાણીના ખાબોચિયા, ઉભરાતી ગટર, ગંદકી ગજથી આ રસ્તાની હાલત ગંદકીમાં ગળાડૂબ છે. તંત્ર દ્વારા કરાયેલી પ્રિમોન્સુન કામગીરી લોટ, પાણીને લાકડા કરી. વાસ્તવિક કામગીરી ન થઈ હોવાની રસ્તાઓ પરની ગંદકી ચાડી ખાઈ રહી છે. ગંદકીથી ખદબદી આ રોડ ભીના કચરા અને ગટરની ગંદકીનું તીવ્ર વાસ આવતી હોવાથી રોડ પરથી પસાર થતા લોકોએ અને વાહન ચાલકોએ મોઢે રૂમાલ બાંધી પસાર થવા મજબૂર બન્યા છે. ઉલ્લેખનીય છે કે, મનપા દ્વારા મચ્છર ઉત્પતિ ફેલાય તેની બેદરકારી દાખવનાર સામે પગલાં ભરવામાં આવે છે તો ગુલાબ નગરથી વિભાપરના રોડ પર ઠેર ઠેર ખાબોચિયા ભરાયેલા હોવાથી આ રોડ મચ્છર ઉત્પતિનું ઘર બન્યું છે ત્યારે આ ગંદકી અટકાવવા કાર્યવાહી હાથ ધરવા માંગ ઉઠી છે.
– રોહિત મેરાણી (જામનગર)