ઇડર દિવેલા અને તેલીબિયાં ઉત્પાદક સહકારી સંઘ મોહનપુરા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ

ઇડર દિવેલા અને તેલીબિયાં ઉત્પાદક સહકારી સંઘ મોહનપુરા ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ
Spread the love

દેશના શ્રેષ્ઠ સરપંચ હીમાંશુભાઈ પટેલ (પુંસરી),અને મદદગાર ટ્રસ્ટ ના પવન ચૌધરી ના હસ્તે દિવેલા સંઘના પરિસર માં વૃક્ષા રોપણ કરાયું.
તાલુકાની વિવિધ સહકારી સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહ્યા. સાબરકાંઠા જિલ્લા દિવેલા અને તેલીબિયાં ઉત્પાદક સહકારી સંઘ અને તાલુકા અને જિલ્લા ફળ અને શાકભાજી સહકારી સંઘના સંયુક્ત ઉપકમે દિવેલા સંઘના પરિસમાં દેશના શ્રેષ્ઠ સરપંચનું બહુમાન પ્રાપ્ત પુંસરીના પૂર્વ સરપંચ, યુવાનોના આદર્શ હીમાંશુભાઈ પટેલ, અને પવનભાઈ ચૌધરી મદદગાર ટ્રસ્ટ, ગાંધીનગર અને પ્રદેશ ભાજપ યુવા મોરચાના સભ્ય ના હસ્તે અને વિવિધ સહકારી આગેવાનો ની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમ માં પ્રાસંગીક પ્રવચનમાં પવનભાઈ ચૌધરી એ આજ સુધી મદદગાર ટ્રસ્ટ ગાંધીનગર ધ્વરા 65 હજાર વૃક્ષોનું વાવેતર કરી તેનો ઉછેર કરી પર્યાવરણ બચાવમાં સહભાગી થયેલ તેમની સંસ્થા ધ્વરા જુદી જુદી જગ્યાએ દર વર્ષે હજારોની સંખ્યામાં વૃક્ષા રોપણ કરવામાં આવે છે, ત્યારે આજના આ પ્રસંગે દિવેલા અને તેલીબિયાં સહકારી સંઘમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ બેચાવમાં સહગભાગી થયેલ અને આયોજકોને ધન્યવાદ આપ્યા હતા.

જ્યારે આ પ્રસંગે આ કાર્યક્રમના મુખ્ય મહેમાન અને દેશના શ્રેષ્ઠ સરપંચ હીમાંશુભાઈ પટેલે પોતાના પ્રાસંગીક પ્રવચનમાં પોતાની ભારત ભરની યાત્રાના વિવિધ પ્રસનગો નો વર્ણન કરી વૃક્ષ ઉછેર અને તેનો લાભ વિશેની વાત કરી વિસ્તૃત માહિતી આપી હતી. આ પ્રસંગે ઇડર તાલુકા ભાજપના પ્રમુખ, પ્રેમલ ભાઈ દેસાઇ, રેન્જ ઓફિસર ઇડર, જિલ્લા ના સહકારી આગેવાન ધુલાભાઈ પટેલ,જિલ્લા દિવેલા અને તેલીબિયાં ઉત્પાદક સહકારી સંઘ ના ચેરમેન અને તાજેતરમાં જ જિલ્લા સહકારી સંઘ ની ચૂંટણી માં ઇડર વિભાગ માંથી વિજયી બનેલ યુવા નેતૃત્વ અશોકભાઈ પટેલ, ઇડર ભાજપના પૂર્વ પ્રમુખ અનિલભાઈ પટેલ,ઇડર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પટેલ તથા સમગ્ર વૃક્ષારોપણ કાર્યક્રમનું બહુ જ ટૂંકા ગારામાં આયોજન કરી સફર બનાવનાર ઇડર તાલુકા ફળ અને શાકભાજી સહકારી સંઘના ચેરમેન, પૂર્વ જિલ્લા સદસ્ય અને મહામંત્રી ઇડર ભાજપ, પોશીના તાલુકા પંચાયત સદસ્ય યુવા નેતૃત્વ સતિષભાઈ પટેલ અને તેમની ટીમના યુવા આગેવાનો તથા તાલુકા સરપંચ એસોશિયેશનના પ્રમુખ મુકેશભાઈ તથા મંત્રી રાજેન્દ્રસિંહજી અને તાલુકાની આદર્શ અને શ્રેષ્ઠ પંચાયત દરામલીના અંકુરભાઈ દેસાઈ તથા તાલુકાની વિવિધ સહકારી સંસ્થાઓના સભ્યો અને મોટી સંખ્યામાં તાલુકાભરની સહકારી સંસ્થાઓના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફર બનાવવા હરેશભાઇ ચૌધરી ભ્રમપુરી સરપંચશ્રી, રાકેશભાઈ પટેલ, મયંકભાઈ ચૌધરી, જનકભાઈ પટેલ, ગોધમજી સરપંચ શ્રી રોશનભાઈ પટેલ, સુરેશભાઈ પટેલ તથા દિવેલા અને ફળ અને શાકભાજી સંઘના ડીરેક્ટરોએ ભારે જહેમત ઉઠાવી હતી.

રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

IMG-20200708-WA0183-0.jpg IMG-20200708-WA0184-1.jpg

Admin

Kuldip Bhatia

9909969099
Right Click Disabled!