ડીસ્ટ્રીક્ટ કો ઓપ. બેંકમાં બીનહરીફ વિજય મેળવવા બદલ ઉપલેટા ભાજપ દ્વારા સન્માન

ઉપલેટા : કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા ડીસ્ટ્રીક્ટ કો ઓપરેટીવ બેંક માં ઐતિહાસિક બીનહરીફ વિજય મેળવવા બદલ ઉપલેટા શહેર ભાજપ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે શહેર ભાજપ પ્રમુખ રમણીકભાઇ ઠુંમર મહામંત્રી જીગ્નેશ ડેર, નગરપાલિકા પુર્વ પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડીયા, પુર્વ ઉપપ્રમુખ રણુભા જાડેજા, શિક્ષણ સમિતિ ચેરમેન નિકુલભાઇ ચંદ્રવાડીયા, હરસુખભાઈ સોજીત્રા, જયેશભાઇ ત્રિવેદી, જીગ્નેશ વ્યાસ (મહાદેવ), જેન્તીભાઈ રાઠોડ, જગદીશભાઈ કપુપરા, અનુભા જાડેજા વગેરે જોડાયા હતા.
રીપોર્ટ : વિપુલ ધામેચા (ઉપલેટા)