રાજ્યના બે જિલ્લાઓમાં શાળાઓ શરૂ
મુંબઇ: કોરોના વાઇરસને કારણે દેશભરમાં લોકડાઉન બાદ મહારાષ્ટ્ર રાજ્યના ચંદ્રપુર અને ગઢચિરોલી જિલ્લાની ૧૯૦ શાળાઓમાં નવમા, દસમા અને બારમા ધોરણના વર્ગોને શરૂ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
આ વર્ગો સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોજિસર એસઓપીના તમામ નિયમોનું પાલન કરીને ચલાવવામાં આવી રહ્યા છે. એસઓપી અનુસાર જે જિલ્લામાં કોરોનાનો એક પણ દરદી ન હોય ત્યાં નવમા અને તેની આગળના વર્ગો શરૂ કરી શકાશે. વર્ગો શરૂ કરવા માટે શાળાને સોશિયલ ડિસ્ટન્સ અને સ્વચ્છતાના નિયમોનું કડકપણે પાલન કરવું ખૂબ જ જરૂરી છે.
શિક્ષણ વિભાગના અધિકારીએ આપેલી માહિતી મુજબ, ચંદ્રપુરમાં આ અઠવાડિયે ૨૦ શાળા શરૂ થઇ ગઇ છે. એવી જ રીતે ગઢચિરોલીમાં ૧,૪૯૭ શાળા પૈકી ૧૭૦ શાળાને શરૂ કરવામાં આવી છે. બંને જિલ્લા સિવાય રાજ્યના કોઇપણ જિલ્લામાં શાળાઓ શરૂ કરવામાં આવી નથી.