શિક્ષક એવોર્ડ માટે 15મી જુલાઈ સુધી અરજી કરી શકાશે
સુરત માનવ સંસાધન વિકાસ મંત્રાલય દ્વારા શિક્ષક પુરસ્કાર 2020(NAT) માટે અરજી કરવાની અંતિમ તારીખ લંબાવી છે. આ અંગેની જાણકારી nationalawardstoteachers.mhrd.gov.in પર આપવામાં આવી છે. હવે શિક્ષકો આ એવોર્ડ માટે 15 જુલાઈ સુધી અરજી કરી શકે છે. અગાઉ આ એવોર્ડ માટે અરજી કરવાની અંતિમ તારીખ 6 જુલાઈ હતી.