જિલ્લા ભાજપ 12 મંડળોના હોદેદારોની રચના કરશે

વાપી. વલસાડ જિલ્લા ભાજપના શહેર-તાલુકાના 12 મંડળોના પ્રમુખ-મહામંત્રીની અગાઉ વરણી થઇ ચુકી છે,મંડળોના બાકી હોદેદારોની વરણી કોરોના મહામારીના કારણે અટવાઇ હતી. પરંતુ હવે ગણતરીના દિવસોમાં ભાજપના 12 મંડળોની બાકી ટીમની જાહેરાત જિલ્લા ભાજપ સંગઠન કરશે. જેને લઇ કાર્યકરોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે.
પ્રદેશ ભાજપના માગદર્શન હેઠળ અગાઉ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ અને પારડી ધારાસભ્ય કનુભાઇ દેસાઇની ટીમ દ્વારા જિલ્લાના શહેર અને તાલુકાના 12 મંડળોના પ્રમુખ-મહામંત્રીની વરણી કરવામાં આવી હતી. પરંતુ બાકી હોદેદારોની રચના કરવામાં આવી ન હતી. વિવિધ કારણોસર આ વરણીમાં વિલંબ થઇ રહ્યો હતો. પરંતુ હવે ગણતરીના દિવસોમાં જિલ્લા ભાજપના 12 મંડળોના બાકી હોદદારોની વરણી કરાશે. ભાજપના સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ 12 મંડળોમાં બાકી ટીમની જાહેરાત કરવામાં આવશે.