ભીલોડા પોલીસે પેટ્રોલીંગ દરમ્યાન સ્વિફ્ટ કારમાંથી 91,969 રૂનો દારૂ પકડ્યો

મે.પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી ગાંધીનગર વિભાગ તથા અરવલ્લી જીલ્લા પોલીસ વડા મયુર પાટીલ સાહેબની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક ભરત બસીયા સાહેબ મોડાસા વિભાગના માગૅદશૅન હેઠળ અરવલ્લી જીલ્લામા વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા તેમજ પેટ્રોલીંગ રાખવા સુચના આપેલ જે અન્વયે ભીલોડા પો.સ.ઇ. કે.કે.રાજપુત તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમા હતા દરમ્યાન ભીલોડા તાલુકાના ટોરડા ગામ તરફથી અેક સીલ્વર કલરની સ્વીફ્ટ ગાડી આવતી હતી જે સરકારી વાહન અને પોલીસને જોઇ અંધારાનો લાભ લઇ ગાડી મુકી નાશી ગયેલ.
જે સ્વીફ્ટ ગાડી ખોલી ચેક કરતા ગાડીની પાછળની ડેકી તેમજ પાછળની સીટ પરથી વિદેશી દારૂની કુલ પેટી નંગ-૧૯ બોટલ/ટીન નંગ-૩૬૦ ની કિ.રૂ. ૯૧,૯૬૯ નો વિવિધ બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા સ્વીફ્ટ ગાડીની કી.રૂ. ૨,૦૦,૦૦૦ કુલ મુદ્દામાલ ની કી.રૂ. ૨,૯૧,૯૬૯ નો મળી આવેલ જે અન્વયે ધોરણસરની કાયૅવાહી કરી ભીલોડા પોં.સ્ટે .પ્રો હી કલમ ૬૫ અેઇ,૧૧૬ બી, ૯૮(૨) મુજબ ગુન્હો રજીસ્ટર કરી ગાડીના ચાલકની શોધખોળ ચાલુ કરવામાં આવેલ છે આમ ભીલોડા પોલીસ ગણનાપાત્ર કેશ કરી આગળની કાયૅવાહી ભીલોડા પી.અેસ.આઇ. કે.કે.રાજપુતે હાથ ધરી હતી.
રીપોર્ટ : કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)