હાર્દિક પટેલમાં અંબાના ધામમા, સર્કિટ હાઉસમા કાર્યકર્તાઓને મળ્યા

વિશ્વ વિખ્યાત મહાધામ અંબાજી ગુજરાત નું પ્રસિદ્ધ યાત્રાધામ છે આ ધામ મા લોક ડાઉન મા અંબાજી મંદિર 85 દિવસ બંદ રહ્યા બાદ અનલોક 1 મા ખોલવામાં આવ્યુ હતુ ત્યારે ભાજપ અને કોંગ્રેસ ના ધારાસભ્યો સહીત મંત્રીઓ માં અંબા ના મંદિર મા દર્શન કરવા આવ્યા હતા ત્યારે આજે ગુજરાત કોંગ્રેસ ના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ પોતાના ધારાસભ્યો સાથે અંબાજી મંદિર મા દર્શન કરવા આવ્યા હતા ,અંબાજી મંદિર ના શક્તિ દ્વાર થી સામાન્ય ભક્ત ની જેમ લાઇનમા પોતાનું ટેમ્પરેચર મપાવી મંદિર ખાતે માતાજી ના દર્શન કરવા આવ્યા હતા.
અંબાજી મંદિર મા ગર્ભગૃહ ની બહાર ભક્તો ની લાઈનમાં ઉભા રહી તેમને માતાજી ના દર્શન કર્યા હતા ત્યારબાદ તેમને માતાજીની ગાદી પર જઈ ભટ્ટજી મહારાજ પાસે રક્ષા કવચ બંધાવ્યું હતુ અને ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે દાંતા અને અંબાજી ના કોંગ્રેસ ના કાર્યકર્તાઓ સાથે વાર્તાલાપ કર્યો હતો અને અહીં થી તેવો પાલનપુર જવા નીકળ્યા હતા. અંબાજી ખાતે વાહન માર્ગે આવી તેવો અંબાજી મંદિર ના શક્તિદ્વાર થી પ્રવેશ મેળવ્યો હતો અને મંદિર ની લાઈનમાં ચાલીને માતાજી ના દર્શન કર્યા હતા તેમની સાથે પાટણ ધારાસભ્ય કિરીટ પટેલ ,ધાનેરા ના પૂર્વ ધારાસભ્ય જોઇતાભાઈ પટેલ, બનાસકાંઠા કોંગ્રેસ ના જીલ્લા પ્રમુખ દિનેશ ગઢવી હાજર રહ્યા હતા સાથે દાંતા અને અંબાજી ના કોંગ્રેસના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
અંબાજી મંદિર ના દર્શન કર્યા બાદ તેવો સર્કિટ હાઉસ ખાતે આવી આ વિસ્તાર ના કાર્યકર્તાઓને મળ્યા હતા અને તેમને સક્રિય થઇ 2022 ની ચૂંટણીમા ભાજપને પરાજય કરવાનું સૂચન આપ્યું હતું ,અંબાજી મંદિર ખાતે અને સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ ના અગ્રણીઓ દ્વારા તેમનું સન્માન અને બહુમાન કરવામાં આવ્યું હતું, ત્યારબાદ બપોર નું ભોજન કર્યા બાદ તેવો અહીંથી પાલનપુર ખાતે નીકળ્યા હતા, ગુજરાત ભાજપ ના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અંબાજી માતાજી ના દર્શન કરવા આવે તે પહેલા હાર્દિક પટેલ અંબાજી માતાજી ના દર્શન કર્યા હતા.
દુષ્યંત ભાઈ આચાર્ય એ પ્રશ્ન પૂછ્યો અને હાર્દિક પટેલ એ જવાબ આપ્યો
અંબાજી મંદિર ખાતે ભાજપ ના ધારાસભ્યો અને નેતાઓને વીઆઈપી ગેટ થી પ્રવેશ આપવામાં આવે છે જયારે કોંગ્રેસ ના ધારાસભ્યો અને નેતાઓને મુખ્ય દ્વાર થી પ્રવેશ આપવામાં આવે છે તો કોંગ્રેસ સાથે આવો ભેદભાવ કેમ ? તેના જવાબ મા હાર્દિક પટેલ એ જણાવ્યું કે માના ચરણો મા કોઈ ભેદભાવ હોતો નથી તંત્ર દ્વારા જે પણ ભેદભાવ કરવામાં આવે છે તેને બધું અહીં ચૂકવીને જવાનું હોય છે હું કોઈને ધમકી નથી આપતો પણ એક વાત સ્પષ્ટ છે કહુ છું કે સરકાર સમયસર કોઈની રહેતી નથી સમય આવે એટલે બદલાતી રહે છે , આ ચક્ર છે અને વાતાવરણ છે અને આની અંદર તેનો વ્યવસ્થિત હિસાબ લેવાય છે
સર્કિટ હાઉસ ખાતે ગાડીઓનો કાફલો
આજે અંબાજી આવેલા હાર્દિક પટેલ ની આગતા સ્વાગતા કરવા વિશાળ ગાડીઓનો કાફલો હાજર રહ્યો હતો કોરોના ના કહેર વચ્ચે પણ ખુબ મોટી સંખ્યામાં કોંગ્રેસના લોકો આવ્યા હતા આજે દાંતા કોંગ્રેસ ના પ્રમુખ જાકીર અથાણીયા ,મુકેશ સીકરવાર ,સંજય શર્મા ,પીરાજી રબારી ,તુલસીરામ જોષી ,રાજકુમાર પટેલ ,દુષ્યંત આચાર્ય અને મેહુલ ગઢવી સહીત ના લોકો હાજર રહ્યા હતા