હવામાં હવામાનની જેમ ઊડતો આવેલો માણસ મહિલા પર પડતા 52 ટાંકા આવ્યા
- બેંગલુરુની ઘટના સોશિયલ મીડિયા પર થઇ રહી છે વાયરલ
- નજીકમાં કામ કરતો પતિ મહિલાને હોસ્પિટલ લઇ ગયો
બેંગલુરુ (Bengaluru) માં થોડા દિવસ પહેલાં એક વિચિત્ર ઘટના બની ગઇ. સોશિયલ મીડિયા પર જેના આંચકાજનક સીસીટીવી ફુટેજ (CCTV footage) બહુ વાયરલ થઇ રહ્યા છે. વાસ્તવમાં હવામાં ઊડતો માણસ (Flying man) પગપાળા જઇ રહેલી મહિલા પર આવીને પડ્યો હતો. ઘટના એટલી ખતરનાક હતી કે મહિલા જમીન પર પડી ગઇ હતી, જેમાં ગંભીર ઘાયલ થયેલી મહિલાને 52 ટાંકા આવ્યા છે.
તાર હવામાં ઝૂલી રહ્યો હતો અને…..
CCTV ફૂટેજમાં સ્પષ્ટ દેખાઇ રહ્યું છે કે બેંગ્લુરુના પાલ્યા રોડ પર એક વાયર લચકી રહ્યો છે. તે એટલો ઢીલો છે કે હવામાં ઝોલા ખાતા-ખાતા રોડને હિંચકાની જેમ ટચ થઇ રહ્યો છે. અચાનક વાયર ઓટો રિક્ષાના વ્હીલમાં ફસાઇ જાય છે. જેને રિક્ષા ચાલક (Rickshaw driver) કાઢવાનો પ્રયાસ કરે છે. પરંતુ તે સમયે જ ત્યાંથી પસાર થઇ રહેલા વાહનથી વાયર ઉપર ખેંચાય અને તેની સાથે વાયરમાં અટવાયેલો રિક્ષા ચાલક પર હવામાં ઊડવા લાગે છે.
તે સમયે રોડ પર જઇ રહેલી મહિલાને ખબર જ નથી પડતી કે ક્યારે પાછળળી તેના પર આફત આવી પડી. આ મહિલાનું નામ સુનીતા હેવાનું કહેવાય છે. રિપોર્ટ મુજબ ઘટના 16 જુલાઇની સવારે 11.34 કલાકની છે. ત્યારે 42 વર્ષીય સુનીતા ટીસી પાલ્ય જંકશન તરફ જતી હતી. આ ઘટના અંગે હોસ્પિટલમાં સારવાર લઇ રહેલી સુનીતાએ જણાવ્યું કે ઘટના એટલી અચાનક થઇ હતી કે તેને કશી જ ખબર ન પડી.
મહિલાની જુબાનીનું વર્ણન
“કેઇ મને નામ લઇને બોલાતવતો હોવાનું સંભળાયું, મેં પાછળ વળીને જોયું તો એક શખસ ભગવાન હનુમાનની જેમ ઉડતો મારી તરફ આવી રહ્યો છે, હું કંઇ સમજુ તે પહેલા તો તે મારા પર પડી ગયો હતો અને હું તેના વજનથી જમીન પર પટકાઇ ગઇ હતી. મારા ગળામાંથી લોહી નીકળવા લાગ્યું હતું. હું ત્યાં જ બેસી ગઇ હતી અને મદદની રાહ જોઇ રહી હતી.” સદનસીબે મહિલાના પતિ કૃષ્ણમૂર્તિ નજીકમાં જ કામ કરતા હતા. તેમને ખબર થતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પત્નીને હોસ્પિટલ લઇ ગયા હતા. જ્યાં સુનીતાને 52 ટાંકા લેવા પડ્યા છે. જ્યારે અંજનેયા નામના રિક્ષા ચાલકને ઇજા થઇ છે કે નહીં તે જાણવા મળ્યું નથી.