9મી ઓગસ્ટને વિસ્વં આદિવાસી દિવસની રજા જાહેર કરવા માંગ

સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૯મી ઓગસ્ટને વિસ્વં આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે ત્યારે ભારત સિવાયના ૧૯૧ દેશો આ દિવસની ભવ્ય ઉજવણી કરે છે પરંતુ ગુજરાત સહિત સમગ્ર ભારતમાં આદિવાસી દિવસ ઉજવાતો નથી ત્યારે આ દિવસે વિવિધ કાર્યક્રમો કરી ઉજવણી કરવામાં આવે તો આદિવાસીઓનું જીવન યોગ્ય ધોરણે સુધરે તેમ છે અને ખરા અર્થમાં તેમનો વિકાસ થશે. આ ઉપરાંત આ દિવસે સામાજિક રજા પણ જાહેર કરવામાં માટે પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પારધી લખી જણાવવાનું કે આગામી ૯ મી ઓગસ્ટે સંયુક્ત રાષ્ટ્ર યુ . એન . એ . દ્વારા વિશ્વ આદિવાસી દિવસ જાહેર કરવામાં આવ્યો છે.
અગાઉ પણ ૯ મી ઓગસ્ટે વિશ્વઆદિવાસી દિવસે જાહેર રજાની માંગ કરાઈ હતી પણ છતાં રાજ્ય સરકાર દ્વારા આની નોધ લેવાઈ નથી પાડોશી રાજ્ય રાજસ્થાન તથા બીજા રાજ્યોમાં પણ વિશ્વ આદિવાસી દિવસે રજા જાહેર કરેલ છે. ગુજરાત રાજ્યમાં પણ ૧૫ % થી વધુ આદિવાસી વસ્તી છે. તો સર્વે આદિવાસી સમાજને લાગણીને ધ્યાનમાં રાખી રજા જાહેર કરવા માગ કરી હતી સાથે સાથે આદિવાસી પૂર્વપટ્ટી માં જળ જંગલ જમીન ના તથા બોગસ પ્રમાણપત્રો અને અન્ય પ્રશ્નો પડતર છે . તેને હકારાત્મક રીતે નીવડો આવે તેવી પણ માંગ કરી ખાસ કરીને જંગલ જમીનના પ્રશ્નો ઘણા સમયથી પડતર છે. તો ૯ મી ઓગસ્ટે તમામ જંગલ જમીન ખેડતા લોકોને આપવામાં આવે તેવી જાહેરાત કરવામાં આવે તેવી સરકાર સામે માંગણી કરવામાં આવી….
રિપોર્ટ : રાકેશ ઓડ (અરવલ્લી)