કડીના થોલમડપૂરા ગામમાં જુગારનો દરોડો : 1,34,000 રૂપિયા સાથે શકુની 16 ઝબ્બે

કડીના થોલમડપૂરા ગામમાં જુગારનો દરોડો : 1,34,000 રૂપિયા સાથે શકુની 16 ઝબ્બે
Spread the love

કડી તાલુકાના થોડમલપુરા ગામમાં મકાનમાં જુગાર રમતા કડી પોલીસે બાતમીને આધારે રેડ કરી ૧૬ જુગારીઓને રોકડ રકમ સહીત રૂ.૧,૩૪,૦૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા.

કડી શહેરમાં શ્રાવણીયો જુગાર પુરજોશમાં શરૂ થયી ગયો છે ત્યારે કડી ના થોડમલપુરા ગામમાં રાવળ ચંપાબેન તખાભાઈ ના રહેણાક મકાનમાં બહાર થી માણસો આવી જુગાર રમતા હોવાની ખાનગી બાતમી ને આધારે કડી પોલીસે રવિવારે મોડી રાત્રે રેડ કરી શકુનીઓને ઝડપી પાડ્યા હતા. કડી પોલીસ મથકના પી.એસ.આઈ. વાય.એચ.રાજપૂત, આર.આઈ.પરમાર તથા સંદીપ પટેલ સહિતનો સ્ટાફ સુજાતપુરા રોડ ઉપર પેટ્રોલિંગમાં હતો ત્યારે અમદાવાદ ના વસ્ત્રાલ વિસ્તારના કેટલાક ઈસમો શ્રાવણીયો જુગાર રમી રહ્યા હોવાની બાતમી ને આધારે રહેણાંક મકાનમાં રેડ કરી રોકડ રકમ રૂ.૧,૦૮,૦૦૦,૧૨ નંગ મોબાઈલ કિં. આશરે રૂ.૨૬,૦૦૦/- તથા જુગાર રમવાના મુદ્દામાલ સહિત ૧૬ શકુનીઓને ઝડપી પાડ્યા હતા.કડી પોલીસ મથકમાં જુગાર પ્રતિબંધક અધિનિયમ હેઠળ ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.

ઝડપાયેલા શકુનીઓ
૧ – જયેન્દ્ર જીવણભાઈ પટેલ
૨ – ભરતકુમાર પ્રેમજીભાઈ પટેલ
૩ – અલ્પેશ લાલજીભાઇ વાણંદ
૪ – જિનલકુમાર સુભાષભાઈ સેવક
૫ – પાર્થકુમાર ધીરજભાઈ પટેલ
૬ – ધવલકુમાર મનસુખભાઈ પટેલ
૭ – ગોપાલ નટુભાઈ ઠાકોર
૮ – કિશોરભાઈ ગણપતભાઈ પટેલ
૯ – રાજેન્દ્રસિંહ રમુજી ઝાલા
૧૦ – ચિનુભાઈ જીવરામભાઈ મિસ્ત્રી
૧૧ – જીતેન્દ્રસિંહ સામતસિંહ વાઘેલા
૧૨ – લાલજીભાઇ માલજીભાઈ દેસાઈ
૧૩ – ગણપતભાઈ મંગળદાસ પટેલ
૧૪ – ગૌતમભાઈ સવાભાઈ સિંધ
૧૫ – હરીકૃષ્ણ લાલજીભાઇ પટેલ
૧૬ – મેહુલભાઈ ઈશ્વરભાઈ પટેલ

IMG-20200803-WA0006.jpg

Admin

Dhaval Gajjar

9909969099
Right Click Disabled!