શક્તિ ફાઉન્ડેશન દ્વારા રક્ષાબંધનની ઉજવાઈ

સુરત કપરા કોરોના કાળમાં વોરિયર તરીકે ફરજ બજાવી રહેલા એકતા ટ્રસ્ટના સભ્યો સાથે આજે શક્તિ ફાઉન્ડેશન ના ડૉ સોનલ રોચાણી, સીમા કાલા વાડિયા દર્શના જાની અને રાજશ્રી નાયક દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. સુરતમાં અત્યાર સુધી કોરોના ને કારણે થયેલા મૃત્યુ બાદ એમના શવો ની અંતિમ ક્રિયા કરનાર અને સુરત ને સંક્રમણ થી બચાવનાર એવા એકતા ટ્રસ્ટના અબ્દુલ મલબારી, ફિરોઝ મલિક અને અન્ય તમામ સભ્યો ને રાખડી બાંધીમીઠાઈ ની સાથે ખાદી ના ટ્રીપલ લેયર માસ્ક અને વિટામિન સી અને ઝીંક ની રોગ પ્રતિકારક શક્તિ વધારતી દવાઓ ભેટ આપવામાં આવી હતી.
એકતા ટીમને સિમ્સ સ્ટુડિયોના સીમાકાલા વાડિયા દ્વારા ડિઝાઇન કરેલા ખાસ ખાદીના, લવિંગ અને કપૂરની સુગંધ વાળા માસ્ક આપવામાં આવ્યા હતા. આ માસ્ક સીએમ વિજય રૂપાણી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ વખાણવામાં આવ્યા છે. આ અનોખા રક્ષાબંધન વિશે વાત કરતાં ડૉ. સોનલ રોચાણીએ જણાવ્યું હતું કે, “અબ્દુલ ભાઈ અને એમની ટીમ દેવદૂત ની જેમ સુરતના લોકોની રક્ષા કરી રહ્યા છે સાચા અર્થમાં એ ભાઈ ની ફરજ નિભાવી રહ્યા છે. એટલે અમે વિચાર્યું કે અમારે એમને રાખડી બાંધીને એમના લાંબા આયુષ્ય માટે કામના કરવી જોઈએ. અમે એમના માટે ખાસ માસ્ક અને રોગ પ્રતિકારક શક્તિ વધારતી દવાઓ ભેટ આપી હતી